જેઠ મહિનામાં આવતી પૂનમનું વિશેષ મહત્વ હોય છે. આ વર્ષે જેઠ મહિનાની પૂનમ 3 જૂન અને 4 જૂન એમ બે દિવસ રહેશે. પૂનમની તિથિનો પ્રારંભ 3 જૂન સવારે 11.16 મિનિટે થશે. જ્યારે તેનું સમાપન 4 જૂને સવારે 9.11 મિનિટે થશે. આ રીતે 3 જૂને પૂનમનું વ્રત રાખવામાં આવશે. જ્યારે સ્નાન અને દાન 4 જૂને થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જેઠ મહિનાની પૂનમના દિવસે કેટલાક ઉપાય કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે.
પૂનમના ઉપાય
જેઠ મહિનાની પૂનમના દિવસે માતા લક્ષ્મીની છબી સામે 11 કોડી રાખી તેના ઉપર હળદરથી તિલક કરવું. બીજા દિવસે આ કોડીને લાલ કપડામાં બાંધીને તિજોરી અથવા તો પૈસા રાખતા હોય તે જગ્યામાં મૂકી દેવી. આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.
માન્યતા એવી છે કે જેઠ મહિનાની પૂનમના દિવસે પીપળાના ઝાડમાં માતા લક્ષ્મી વાસ કરવા આવે છે. કેવામાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ દિવસે સવારે સ્નાન કરી પીપળાના ઝાડમાં જળ અર્પણ કરીને મીઠાઈ ધરાવવી જોઈએ. કામ કરવાથી ધન સંબંધિત સમસ્યાથી મુક્તિ મળે છે.
દાન
જેઠ મહિનાની પૂનમના દિવસે ચંદ્ર સંબંધિત વસ્તુઓનો દાન કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. આ દિવસે કોઈ ગરીબને અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિને સફેદ વસ્ત્ર, ખાંડ, ચોખા કે સફેદ વસ્તુનું દાન કરવાથી ચંદ્રની સ્થિતિ મજબૂત થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)