હિંદુ ધર્મમાં પીપળાના ઝાડનું એક અલગ મહત્ત્વ છે. પીપળાના ઝાડની પૂજા કરવાથી અનેક કષ્ટ દૂર થાય છે. માનવામાં આવે છે કે, પીપળાના ઝાડમાં અલગ અલગ દેવી દેવતાઓનો વાસ હોય છે.
પીપળાના ઝાડને કાપવું તે અશુભ માનવામાં આવે છે, પરંતુ ઘર અથવા ઘરની સામે પીપળાનું ઝાડ હોય તો તેને શુભ માનવામાં આવતું નથી. ઘરની સામે પીપળાનું ઝાડ ઉગે તો શું કરવું જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
અન્ય જગ્યાએ લગાવો-
ઘરમાં પીપળાનું ઝાડ ઉગે તો અશુભ માનવામાં આવે છે. પીપળાનું ઝાડ ઉગે તો તેને મોટુ થવા દો અને ત્યાર પછી માટી સહિત ઉખાડીને અન્ય જગ્યાએ લગાવી દો. આ પ્રકારે કરવાથી પીપળાના ઝાડનો નાશ નહીં થાય તથા યોગ્ય જતન થશે.
પૂજા પછી કાપો-
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં પીપળાનો પડછાયો પડે તો તે અશુભ ગણાય છે. ઘરના સભ્યોની પ્રગતિમાં અનેક અડચણ આવે છે. ઘરમાં આર્થિક સંકટ સર્જાય છે. જો ઘરમાં પીપળાનું ઝાડ ઉગી ગયું હોય તો રવિવારના દિવસે પીપળાના ઝાડની પૂજા કરીને ઝાડ કપાવી દો.
45 દિવસ સુધી કરો પૂજા-
વારંવાર એક જ જગ્યાએ ઝાડ ઊગી રહ્યું હોય તો 45 દિવસ સુધી તે છોડની પૂજા કરો. પૂજા દરમિયાન કાચુ દૂધ અર્પણ કરો. 45 દિવસ પછી ઝાડને જડમૂળથી ઉખાડીને અન્ય સ્થાન પર લગાવી દો. જેથી ઝાડ સુરક્ષિત રહેશે.
મંદિરમાં રાખો-
તમારા ઘરની પૂર્વ દિશામાં પીપળાનું ઝાડ હોય તો ઘરમાં નિર્ધનતા આવે છે. જે માટે વિધિ વિધાન સાથે પીપળાના ઝાડની પૂજા કરીને તેને કપાવી દેવું જોઈએ. પીપળાનું ઝાડ નાનું હોય તો એક કુંડામાં વાવીને પણ કોઈ મંદિરમાં મુકી શકો છો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)