આપણા સમાજમાં એક બીજા સાથે સુખ દુઃખ વહેંચાવની પરંપરા સદીઓથી ચાલી આવી છે. ઘરમાં હોય કે પછી બધા મિત્રો સાથે હોય તો એમની વસ્તુ પર આપણો પૂરો હક હોય છે. આ વાતને આપણે સારી રીતે માનીને ચાલીએ છે. એવામાં વિચાર્યા વગર પોતાની વસ્તુ આપી દઈએ છે અથવા લઇ લઈએ છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુ એવી છે એને ઉધાર લેવું નુકસાન કારણ છે.
એનાથી તમારી પ્રગતિથી લઇ આર્થિક સ્થિતિ, સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. તો ચાલો જાણીએ આ કઈ વસ્તુઓ છે…
તમે ઘણું સાંભળ્યું હશે કે મધ, મીઠું, ખાંડ જેવી વસ્તુઓ કોઈને ન આપવી જોઈએ. આ સિવાય પણ આવી ઘણી અંગત વાતો છે જે કોઈની સાથે બિલકુલ શેર ન કરવી જોઈએ.
કોઈને કપડાં ન આપવા: વાસ્તુશાસ્ત્ર અનુસાર, વ્યક્તિએ પોતાના વપરાયેલા કપડા ઉધાર આપવા કે લેવા ન જોઈએ, કારણ કે દરેક વ્યક્તિનું ભાગ્ય અને શરીરની શક્તિ અલગ-અલગ હોય છે. આવી સ્થિતિમાં વ્યક્તિને શારીરિક અથવા આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ઘડિયાળ કોઈને ન આપવી: તમારી ઘડિયાળ ક્યારેય કોઈને ન આપો. એવું માનવામાં આવે છે કે કોઈની ઘડિયાળ લેવાથી તેનો ખરાબ સમય તમારા પર આવી શકે છે. એટલા માટે સમય સંબંધિત વસ્તુઓ કોઈની પાસેથી ન લેવી જોઈએ. આની સાથે દુર્ભાગ્ય તમારી પાસે આવી શકે છે.
કોઈને રૂમાલ ન આપવો: વાસ્તુશાસ્ત્ર અનુસાર, વ્યક્તિએ પોતાનો રૂમાલ પણ ન આપવો જોઈએ. જો તમે કોઈના રૂમાલનો ઉપયોગ કરો છો, તો તે વિવાદનું કારણ બની શકે છે, કારણ કે તે વ્યક્તિની ઊર્જા સાથે પણ સંબંધિત છે.
કોઈને પેન ન આપવી: વાસ્તુશાસ્ત્ર અનુસાર, વ્યક્તિએ કોઈની પેન ઉધાર ન લેવી જોઈએ અથવા કોઈને આપવી જોઈએ નહિ. એવું માનવામાં આવે છે કે કોઈની પેન લેવી અથવા આપવી નાણાકીય અસ્થિરતાનું કારણ બને છે.
કોઈને સાવરણી ન આપવી: વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આવી સ્થિતિમાં બીજાની સાવરણીનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ. જેના કારણે ઘરમાં વાસ્તુ દોષ રહે છે અને તેની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)