ચીની વસ્તુઓ આજના સમયમાં લોકોમાં ખુબ ફેમસ છે. ઘરોને સજાવવા માટે ચીની પ્રોડક્ટ્સની માર્કેટમાં ખુબ ડિમાન્ડ છે. ચીની વાસ્તુ શાસ્ત્ર અનુસાર ફેંગશુઈ પ્રોડક્ટ ઘરમાં રાખવું શુભ માનવામાં આવે છે. આ સૌભગ્યનું પ્રતીક હોય છે. એમાં જ બે વસ્તુ એવી છે જેને લોકો ઘરમાં રાખવાનું પસંદ કરે છે. જેમાં વોટરફોલ અને ફાઉન્ટેન જોયા હશે જે ખુબ સુંદર હોય છે.
પરંતુ શું તમે જાણો છો કે ફેનસુઈ મુજબ આ ફાઉન્ટેન તમારી કિસ્મત બદલી શકે છે. અહીં અમે તમને ફાઉન્ટેનના લાભ તેમજ એને રાખવાની દિશા જણાવી શકીએ છે.
ઘરમાં વોટરફોલ કે ફાઉન્ટેન લગાવવાના ફાયદા
ફેંગશુઈ અનુસાર ઘરમાં વોટરફોલ કે ફાઉન્ટેન લગાવવુ શુભ માનવામાં આવે છે. ધ્યાનમાં રાખવું જરૂરી છે કે તેમાંથી પાણી સતત વહેવું જોઈએ.
ફેંગશુઈ અનુસાર ઘરમાં ફાઉન્ટેન લગાવવાથી સકારાત્મકતા આવે છે અને નકારાત્મકતા દૂર થાય છે.
ફેંગશુઈ અનુસાર ઘરમાં ફાઉન્ટેન અથવા વોટરફોલ રાખવાથી પરિવારના સભ્યોનું મન અને મગજ હંમેશા શાંત રહે છે.
ફેંગશુઈમાં દર્શાવેલ ફાઉન્ટેન અથવા વોટરફોલ ઘરમાં સ્થાપિત કરવાથી બગડેલા કામો બનવા લાગે છે અને ધનમાં વૃદ્ધિ થાય છે.
ફેંગશુઈ અનુસાર ફાઉન્ટેન લગાવવાથી મનમાં ક્યારેય ખરાબ લાગણીઓ આવતી નથી.
જો તમે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવવા માંગતા હોવ તો પણ ફાઉન્ટેન લગાવવો શુભ છે. જેના કારણે ઘરનું વાતાવરણ હંમેશા ખુશનુમા રહે છે.
ફેંગશુઈ અનુસાર ઘરમાં ફાઉન્ટેન અથવા વોટરફોલ રાખવાથી પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે.
કઈ દિશામાં રાખવો ફાઉન્ટેન
ફેંગશુઈ અનુસાર ઘરની ઉત્તર કે ઈશાન દિશામાં ફાઉન્ટેન અથવા વોટરફોલ મૂકવો જોઈએ. તેને લગાવતી વખતે ધ્યાન રાખો કે પાણીનો પ્રવાહ હંમેશા જળવાઈ રહે. બંધ ફુવારો રાખવો અશુભ માનવામાં આવે છે. જો ઘરમાં ફુવારો રાખવાની જગ્યા ન હોય તો તમે ઇચ્છો તો દિવાલ પર ફુવારાની તસવીર પણ લગાવી શકો છો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)