fbpx
Thursday, October 24, 2024

આજથી શરૂ થાય છે અષાઢ મહિનો, આ મહિનામાં રાખો આ બાબતોનું ધ્યાન, જાણો તેનું ધાર્મિક મહત્વ

હિંદુ પંચાંગનો ચોથો મહિનો અષાઢ છે. હિંદુ ધર્મ અનુસાર પૂજા પાઠ માટે આ મહિનાનું અનેરું મહત્ત્વ છે, જ્યારે વર્ષાઋતુનું આગમન થાય છે. વાતાવરણમાં ફેરફાર થવાને કારણે આ મહિનામાં આરોગ્યનું ખાસ ધ્યાન રાખવાનું રહે છે. 5 જૂનથી 4 જુલાઈ સુધી અષાઢ મહિનો રહેશે. આ મહિનામાં દેવશયની એકાદશી આવે છે. આ એકાદશી પછી ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જતા રહે છે.

અષાઢ મહિનાનું ધાર્મિક મહત્ત્વ

  • અષાઢ મહિનો ભગવાન વિષ્ણુનો માનવામાં આવે છે. આ દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે.
  • અષાઢ મહિનાની યોગિની એકાદશીનું વ્રત કરવાથી 88 હજાર બ્રાહ્મણને ભોજન કરાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.
  • આ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને દેવશયની અગિયારસ કહેવામાં આવે છે. દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જતા રહે છે, જેથી 4 મહિના સુધી માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.
  • અષાઢ મહિનામાં જ ગુરુ પૂર્ણિમાનો પર્વ ઊજવવામાં આવે છે. આ દિવસે ગુરુજનોની પૂજા કરવામાં આવે છે.
  • ભગવના વિષ્ણુની સાથે ભગવાન શિવની પૂજા પણ શુભ માનવામાં આવે છે. આ મહિનામાં આવનાર પ્રદોષ વ્રત અને માસિક શિવરાત્રિનું વિશેષ મહત્ત્વ હોય છે.

અષાઢ માસમાં શું કરવું?
આ મહિનાને વર્ષા ઋતુ પણ કહેવામા આવે છે, જેથી સંક્રમણનું જોખમ વધુ રહે છે. આ દરમિયાન પૌષ્ટિક અને સંતુલિત આહારનું જ સેવન કરવું જોઈએ.

ખાવા પીવાની બાબતોનું રાખો ધ્યાન

  • આ મહિને રસદાર ફળોનું સેવન કરવું.
  • તળેલી વસ્તુઓનું વધુ સેવન ના કરવું.
  • વાસી ભોજન ના કરવું.
  • બજારમાં જે પણ વસ્તુઓ લાવો તે સરખી ધોઈને જ વાપરવી.

દાનનું મહત્ત્વ
અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ગુરુજનોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ મહિનામાં તીર્થ યાત્રા કરવાને શુભ માનવામાં આવે છે. આ મહિને દાન અને ધ્યાનનું અનેરું મહત્ત્વ છે. મીઠું, તાંબુ, કાંસુ, માટીના વાસણ, ઘઉં, ચોખા તથા તલના દાનને શુભ માનવામાં આવે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles