યમરાજનું નામ સાંભળતા જ મૃત્યુનો ભય મનમાં આવી જાય છે. જીવન મરણના ચક્રમાં યમરાજ મૃત્યુ બાદ જીવાત્માને લેવા આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, આત્માને એમના કર્મ અનુસાર સ્વર્ગ કે નરખ ભોગવવું પડે છે. યમરાજને કાળ પણ કહેવાય છે, તેઓ મૃત્યુના દેવતા છે. ચિત્ર ગુપ્ત તમામ મનુષ્યના કર્મોનો હિસાબ રાખે છે. હિમાચલ પ્રદેશમાં યમરાજનું એક મંદિર છે, જ્યાં મૃત્યુ બાદ આત્માઓ હાજર થાય છે અને એમના કર્મો અનુસાર સ્વર્ગ અને નરકમાં મોકલવામાં આવે છે.
આ મંદિરમાં લગભગ 4 દરવાજા છે, જેમાંથી સ્વર્ગ અને નરકનો માર્ગ નીકળે છે. આઓ જાણીએ છે યમરાજના અનોખા મંદિર અંગે.
ક્યાં આવેલું છે યમરાજનું મંદિર?
મૃત્યુના દેવતા યમરાજનું મંદિર હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ભરમૌરમાં છે. લોકો આ મંદિરની મુલાકાત લેવાનું ટાળે છે. એવી માન્યતા છે કે મૃત્યુ પછી, આત્મા પ્રથમ પૃથ્વી પર આ મંદિરમાં આવે છે. જેના કારણે લોકો યમરાજના મંદિરમાં જતા ડરે છે.
અહીં યમરાજનો દરબાર લાગે છે
કહેવાય છે કે હિમાચલના આ પ્રાચીન મંદિરમાં યમરાજનો દરબાર ભરાય છે. યમના દૂત આત્માઓને લઈને યમરાજ સમક્ષ હાજર કરે છે. પછી ચિત્રગુપ્ત તેના દરબારમાં તે આત્માઓના કર્મોની ગણતરી કરે છે. અને હિસાબો રજૂ કર્યા છે.
યમરાજ સ્વર્ગ અને નરકનો નિર્ણય કરે છે
કર્મોનો હિસાબ જોયા પછી યમરાજ નક્કી કરે છે કે કઈ આત્માને સ્વર્ગનું સુખ મળશે અને કઈ આત્માને નરકનું દુઃખ ભોગવવું પડશે. તેમના નિર્ણય પછી, યમના દૂત આત્માને સ્વર્ગ અથવા નરકમાં મોકલે છે.
સ્વર્ગ અને નરકનો માર્ગ 4 દરવાજામાંથી પસાર થાય છે
લોક માન્યતાઓ અનુસાર યમરાજના આ મંદિરમાં 4 અદ્રશ્ય દરવાજા છે. આ ચાર દરવાજા સોના, ચાંદી, તાંબા અને લોખંડના બનેલા છે. આ ચાર દરવાજામાંથી જ સ્વર્ગ અને નરકનો રસ્તો નીકળે છે. યમરાજના નિર્ણય પછી યમના દૂત આ ચાર દરવાજા દ્વારા આત્માઓને સ્વર્ગ કે નરકમાં લઈ જાય છે.
જે પુણ્ય આત્મા છે જેમણે તેમના જીવનમાં ફક્ત પુણ્ય કર્યા છે, તેમને સોનાના દરવાજા દ્વારા લઈ જવામાં આવે છે. જીવનભર પાપ કરનાર વ્યક્તિની આત્માને લોખંડના દરવાજા દ્વારા લઈ જવામાં આવે છે. ગરુડ પુરાણમાં પણ યમરાજના દરબારમાં ચારે દિશામાં આવેલા ચાર દરવાજા વિશે જણાવવામાં આવ્યું છે.
મંદિરમાં છે યમરાજ અને ચિત્રગુપ્તનો ઓરડો
મંદિરમાં એક ખાલી ઓરડો છે. લોકોનું માનવું છે કે મૃત્યુના દેવતા યમરાજ આ રૂમમાં જ રહે છે. એ રૂમની બાજુમાં બીજો એક ઓરડો છે, જેમાં કર્મોની ગણતરી કરનાર ચિત્રગુપ્ત રહે છે.
મંદિરમાં કોઈ પ્રવેશતું નથી
યમના આ મંદિરમાં કોઈ પ્રવેશતું નથી. લોકો બહારથી યમરાજની પૂજા કરે છે અને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરીને પાછા જાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)