સનાતન ધર્મમાં ચાતુર્માસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચાતુર્માસના 4 મહિનામાં ભગવાનની આરાધના અને ભક્તિમાં વધુને વધુ સમય પસાર થાય છે. વિવિધ નિયમોનું પાલન કરવામાં આવે છે. ઋષિ-મુનિઓ ચાતુર્માસ દરમિયાન પ્રવાસ કરતા નથી, પરંતુ એક જગ્યાએ રહીને ભગવાનની ભક્તિમાં મગ્ન રહે છે. ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં મગ્ન હોય તે સમયને ચાતુર્માસ કહેવાય છે. જે દેવપોઢી અગિયારસ અને દેવઉઠી અગિયારસની વચ્ચેનો સમય છે.
ક્યારે છે દેવપોઢી અને દેવઉઠી અગિયારસ
અષાઢ માસના શુક્લ પક્ષની અગિયારસને દેવપોઢી અગિયારસ કહેવાય છે. આ દિવસથી ભગવાન શ્રી હરિ ક્ષીરસાગરમાં આરામ કરવા જાય છે. આ વર્ષે દેવપોઢી અગિયારસ 29 જૂન 2023ના રોજ આવી રહી છે. બીજી તરફ, દેવઉઠી અગિયારસને કારતક માસના શુક્લ પક્ષની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ઊંઘમાંથી જાગી જાય છે અને ચાતુર્માસ સમાપ્ત થાય છે. આ સાથે જ 4 મહિનાથી અટકેલા શુભ કાર્યો શરૂ થાય છે. વર્ષ 2023માં દેવઉઠી અગિયારસ 23 નવેમ્બર 2023ના રોજ છે. સાવન માસમાં અધિક માસ હોવાથી આ વર્ષે સાવન 2 માસનો અને ચાતુર્માસ 5 માસનો રહેશે. એટલે કે શુભ કાર્ય કરવા માટે 1 મહિનાથી વધુ રાહ જોવી પડે છે.
ચતુર્માસ 2023 માં ના કરો આ કામ
- ચતુર્માસ દરમિયાન કોઇ માંગલિક કાર્ય જેવા કે વિવાહ-લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ, નવા વ્યાપારની શરુઆત વગેરે ના કરી જોઇએ. ચતુર્માસનો સમય પૂજા-પાઠ માટે જ ઉપયોગ કરવો જોઇએ.
- ચતુર્માસ દરમિયાન નોનવેજ, દારુ, મૂળા, રીંગણ, ડુંગળી-લસણનું સેવન ના કરવું.
- ચતુર્માસ દરમિયાન એકાંતવાસ કરવો જોઇએ અને બ્રહ્મચર્યનું પાલન કરવુ જોઇએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)