હિન્દુ ધર્મમાં હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. હનુમાનજીનું નામ માત્ર સ્મરણ કરવાથી ભક્તો દરેક પ્રકારના સંકટોમાંથી મુક્ત થાય છે.
આ કળિયુગમાં હનુમાનજીને સાક્ષાત દેવ માનવામાં આવે છે. હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો આપની પર હનુમાનજીની વિશેષ કૃપા વરસસે.
માન્યતા તો એવી છે કે હનુમાનજીની પૂજા કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે. ભગવાન હનુમાનજીની પૂજા આરાધના સાચા મનથી શ્રદ્ધા સાથે કરવામાં આવે તો ભક્તોની મદદ કરવા હનુમાનજી દોડીને આવે છે. પરંતુ તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે ખાસ કરીને શનિવારના દિવસે તેમની વિશેષ પૂજા આરાધના કરવાનું માહાત્મય દર્શાવ્યું છે.
મનોકામના પૂર્તિ અર્થે શનિવારના કે મંગળવારના દિવસે ભગવાન હનુમાનજીની વિશેષ આરાધના કરવી જોઇએ. તેનાથી આપની દરેક મનોકામનાની પૂર્તિ કરે છે બજરંગ બલી હનુમાન
હનુમાનજીના વિવિધ સ્વરૂપની ઉપાસના
હનુમાનજીની સાધના કરવા માટે વિશેષ ધ્યાન રાખવાનું જણાવ્યું છે.
જો આપ સાચા મનથી અને શાંતિની ઇચ્છા રાખતા હોવ તો આપે ધ્યાન મુદ્રામાં હનુમાનજીની મૂર્તિ કે ફોટાની પૂજા આરાધના કરવી જોઇએ.
સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ અર્થે બજરંગ બલીની પંચમુખી પ્રતિમા કે ચિત્રની પૂજા કરવી જોઇએ.
જીવનમાં રહેલ તમામ દોષો અને અવરોધો દૂર કરવા માટે આપે પહાડ ઉપાડેલ હનુમાનજીની આરાધના કરવી જોઇએ.તેનાથી આપને શીઘ્ર ફળની પ્રાપ્તિ થશે.
જો કોઇ વરદાન અને સફળતાની કામના હોય તો આશીર્વાદ આપતા હોય તેવી મુદ્રાવાળા હનુમાનજીની મૂર્તિ કે ચિત્રની પૂજા કરવી જોઇએ.
હનુમાનજીની પૂજાના નિયમો
માન્યતા તો એવી છે કે હનુમાનજીની પૂજા આરાધના કરતા સમયે તેમને લાલ રંગના પુષ્પ અર્પણ કરવા.
દીપદાન કરવાની વાટ બનાવવા માટે લાલ રંગના સૂતરાઉ દોરાનો ઉપયોગ કરવો જોઇએ.
હનુમાનજીને અર્પણ કરવામાં આવતો પ્રસાદ હંમેશા શુદ્ધ ઘીમાંથી બનેલ હોવો જોઇએ.
બજરંગબલીને તુલસીદળ પણ અર્પણ કરવું જોઇએ.
હનુમાનજીને તુલસીની માળા પણ અર્પણ કરવામાં આવે છે.
પૂજા પાઠ દરમ્યાન રાખવાની સાવધાની
હનુમાનજીની પૂજા કરતાં સમયે કેટલીક વાતોનું વિશેષ રીતે ધ્યાન રાખવું જરૂરી છે.
હનુમાનજીની પૂજા કરનાર સાધકે પૂજાના દિવસે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ.
આ દિવસે સ્ત્રી સંસર્ગથી દૂર રહેવું જોઇએ.
હનુમાનજીના મંત્રોનો જાપ પણ કરવો જોઇએ.
મહિલાઓએ ખાસ એકવાત ધ્યાનમાં રાખવી કે તેમણે હનુમાનજીની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઇએ.
હનુમાનજીને ચરણામૃત પણ અર્પણ ન કરવું જોઇએ. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે.
હનુમાનજીની પૂજાનો ઉપાય
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર હનુમાનજીની પૂજા દરમ્યાન મીઠા પાનનું બીડું અર્પણ કરો તેનાથી આપને કાર્યમાં શીઘ્ર સફળતાની પ્રાપ્તિ થશે. એટલું જ નહીં શનિવાર કે મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઇને સિંદૂર અર્પણ કરવું તેનાથી આપની દરેક મનોકામનાની પૂર્તિ થાય છે. શનિવાર કે મંગળવારના દિવસે આપ હનુમાન મંદિરમાં લાલ કે કેસરી રંગની ધજાનું અર્પણ કરી શકો છો.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)