સનાતન ધર્મમાં શનિદેવને કર્મફળ દાતા માનવામાં આવે છે. જે વ્યક્તિ જે કર્મ કરે છે, એમને એના અનુસાર જ પરિણામ પ્રાપ્ત થાય છે. શનિદેવની આરાધના માટે શનિવારના દિવસે સર્વોત્તમ માનવામાં આવે છે. આ દિવસે કેટલીક વસ્તુ છે, જેનું દાન કરવું શુભ માનવામાં આવે છે. એનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને મનુષ્યને અનેક રીતે રક્ષા કરે છે.
શનિવારના દિવસે કઈ એવી વસ્તુ છે, એજનું દાન કરવું જોઈએ?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે સરસવના તેલનું દાન કરવું અથવા સરસવના તેલનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો શનિના કારણે તમારા જીવનમાં કોઈપણ પ્રકારની અડચણોનો સામનો કરી રહ્યા છો, તો શનિવારે વધુને વધુ સરસવના તેલનો ઉપયોગ કરવાથી ફાયદો થઈ શકે છે. શનિવારે લોખંડના વાસણમાં સરસવનું તેલ લો, તેમાં 1 સિક્કો નાખો અને એમાં તમારો ચહેરો જોઈને કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો અથવા પીપળના ઝાડ નીચે મૂકી દો.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે લાંબા સમયથી બીમાર છો અને સ્વસ્થ રહેવા ઈચ્છો છો તો શનિવારે સાંજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને શૂઝ અને ચપ્પલ દાન કરો અને તે વ્યક્તિ પાસેથી આશીર્વાદ લો. ધીમે ધીમે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે.
જ્યોતિષમાં કહેવાયું છે કે શનિવારે લોખંડના વાસણોનું દાન કરવું ખૂબ જ શુભ હોય છે. જો કુંડળીમાં શનિ દુર્ઘટનાનો કારક હોય તો લોખંડના વાસણો જેમ કે પેન, તવો કે ચીમટાનું કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો. આ ઉપાયથી અકસ્માતોથી બચી શકાય છે.
જો તમને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો શનિવારે સાંજે 1.25 કિલો કાળી અડદની દાળ અથવા કાળા તલનું દાન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કરો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઉપાય સતત પાંચ શનિવારે કરો. જ્યારે પણ તમે આ વસ્તુઓનું દાન કરો તો તેનું સેવન જાતે ન કરો. જીવનમાં આવનારી ધન સંબંધિત સમસ્યાઓ જલ્દી જ દૂર થઈ જશે.
કોઈપણ પ્રકારના ઉપાયમાં ઘોડાની નાળનું મહત્વનું સ્થાન છે. પરંતુ ધ્યાનમાં રાખો કે ઘોડાની નાળ નવી ન હોવી જોઈએ. ઘોડાના પગ સાથે જોડાયેલી હોય એ નાળનો ઉપયોગ કરો. શુક્રવારે ઘોડાની નાળને સરસવના તેલમાં બોળીને શનિવારે મુખ્ય દરવાજા પર U ના આકારમાં મુકો. આ ઉપાયથી પરિવારના સભ્યોને શનિદેવના અશુભ પ્રભાવથી મુક્તિ મળશે. ઘરમાં ઝઘડો નહીં થાય.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)