હિંદુ ધર્મમાં તમામ દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે, શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. માનવામાં આવે છે કે, શનિવારે વિધિ વિધાન સાથ શનિદેવની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે.
શનિવારના દિવસે અનેક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, નહીંતર શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે.
સરસિયાનું તેલ-
ધાર્મિક માન્યતા અનુસાર શનિવારના દિવસે સરસિયાના તેલની ખરીદી ના કરવી જોઈએ. શનિવારે શનિદેવને સરસિયાનું તેલ અર્પણ કરવામાં આવે છે. સરસિયાનું તેલ શનિવારે ખરીદવાથી શનિદેવ નારાજ થઈ જાય છે.
લોખંડની વસ્તુ-
ધાર્મિક માન્યતા અનુસાર શનિવારે લોખંડનો સામાન ના ખરીદવો જોઈએ. માનવામાં આવે છે કે, શનિવારે લોખંડની વસ્તુ ખરીદવાથી શનિદેવ કોપાયમાન થાય છે. શનિવારે લોખંડની વસ્તુઓનું દાન જરૂરથી કરવું જોઈએ, જેથી શનિદેવ પ્રસન્ન થાય છે.
કાળા તલ-
શનિવારના દેવસે કાળા તલની ખરીદી ના કરવી જોઈએ. આ દિવસે કાળા તલ ખરીદવાથી કાર્યોમાં અડચણ આવે છે. શનિદોષ ખતમ કરવા માટે શનિવારના દિવસે પીપળાના ઝાડે કાળા તલ અર્પણ કરવા જોઈએ.
ચામડાની વસ્તુ-
શનિવારના દિવસે ચામડાની વસ્તુ ના ખરીદવી જોઈએ. આ પ્રકારે કરવાથી કાર્યોમાં અસફળતા પ્રાપ્ત થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)