fbpx
Thursday, January 23, 2025

રવિવારે અજમાવો આ સરળ ઉપાય, સૂર્યનારાયણ તમને સંસારની બધી ખુશીઓ આપશે

સમસ્ત બ્રહ્માંડમાં સૂર્યનારાયણને સાક્ષાત દેવતા માનવામાં આવે છે. હિન્દુ સનાતન ધર્મમાં દરેક દેવતાને અલગ અલગ વાર સમર્પિત કરવામાં આવ્યા છે. સૂર્ય દેવને સમર્પિત વાર એટલે રવિવાર. જેમકે આપણે રવિવારે સૂર્યદેવની આરાધના કરીએ છીએ એ જ રીતે સોમવારના દિવસે વિશેષ રીતે શિવપૂજા કરતાં હોઇએ છીએ.

જેમ શાસ્ત્રોમાં દરેક વાર પ્રમાણે દેવી દેવતાનું પૂજન કરવાનું મહત્વ દર્શાવ્યું છે તેમ જ તે દેવતાને પ્રસન્ન કરવા માટે અલગ અલગ વ્રત, ઉપાસના, પૂજન, આરાધના દર્શાવ્યા છે. ત્યારે આજે વાત કરવી છે રવિવારના એ વ્રતની કે જે આપને આપાવશે સવિશેષ ફળની પ્રાપ્તિ કરાવશે. આવો સૌથી પહેલાં જાણીએ આ વ્રત કરવાથી થતા લાભ વિશે.

વ્રતના લાભ

કહેવાય છે કે સૂર્યનારાયણ સમાન તેજ, બળ અને સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ માટે રવિવારનું સૂર્યનારાયણનું વ્રત કરવામાં આવે છે.

સૂર્યનારાયણની જેમ જ તેજસ્વી તેમજ બળવર્ધક બનવા માટે તેમને પ્રસન્ન કરવા માટે લોકો રવિવારનું વ્રત કરે છે.

આ વ્રત કરવાથી સમગ્ર સંસારના સુખ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

વ્યક્તિને જીવનમાં આવતા તમામ કષ્ટ અને પીડાનો પણ નાશ થાય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર એવું પણ કહેવાય છે કે આ વ્રત કરનારના માનસિક કલેશ-સંતાપ દૂર થાય છે તથા મન શાંત થાય છે.

એટલું જ નહીં વ્યક્તિની દરેક મનોકામનાઓની પૂર્તિ પણ કરાવે છે આ રવિવારનું વ્રત.

આ વ્રતના પ્રભાવથી સૂર્ય દેવ ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની પ્રાપ્તિ પણ જાતકને કરાવે છે.

કૃષ્ઠ રોગ જેવા ચામડી સાથે સંકળાયેલા રોગોથી પણ મુક્તિ અપાવે છે.

આ વ્રતના પ્રભાવથી ઘરમાં સદાય રિદ્ધિ-સિદ્ધિનો વાસ રહે છે અને ઘરમાં ક્યારે આર્થિક સમસ્યા નથી આવતી.

રવિવારના વ્રતની પૂજા વિધિ

⦁ સૌપ્રથમ રવિવારનું વ્રત કરતી વખતે સવારે બ્રહ્મ મૂહુર્તમાં ઉઠવું જોઇએ.

⦁ સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરી સફેદ રંગના સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઇએ

⦁ ત્યારબાદ સૂર્ય નારાયણને અર્ધ્ય અર્પણ કરવું જોઇએ.

⦁ અર્ધ્ય અર્પણ કરતી વખતે એક કળશમાં સૌપ્રથમ શુદ્ધ જળ ભરો, આ જળમાં ચોખા, કુમકુમ અને લાલ રંગનું પુષ્પ ઉમેરો.

⦁ અર્ધ્ય અર્પણ કરતી વખતે સૂર્યનારાયણના મંત્રોનું ઉચ્ચારણ કરવાનું ખૂબ આવશ્યક માનવામાં આવે છે. અર્ઘ્ય અર્પણ કરતાં સમયે

ઉચ્ચારણ કરવાના મંત્રો નીચે પ્રમાણે છે.

(1) ૐ સૂર્યાય નમ:

(2) ૐ સૂર્યનારાયણાય નમઃ

(3) ૐ આદિત્યાય નમ:

(4) ૐ રવેય નમ:

(5) ૐ ભાસ્કરાય નમ:

(6) ૐ ભાનવે નમ:

⦁ જો શક્ય બને તો આજના દિવસે મીઠાનું (નમક) સેવન ન કરવું જોઇએ.

⦁ આજે શક્ય હોય તો સૂર્યનારાયણને ખીરનો પ્રસાદ અર્પણ કરવો.

⦁ જો શક્ય હોય તો વર્ષના દરેક રવિવારે આ વ્રત કરવું જોઈએ.

⦁ જો આખું વર્ષ ન કરી શકો તો તમે 12 કે 30 રવિવાર પણ કરી શકો છો.

⦁ કેટલાક લોકો માને છે કે આસો માસના શુક્લપક્ષના અંતિમ રવિવારથી આ વ્રત પ્રારંભ કરવાનું શુભ માનવામાં આવે છે. અને આ વ્રતની પૂર્ણાહૂતિ મહા માસની સાતમે કરવાનું વિધાન છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles