fbpx
Monday, January 20, 2025

રાત્રે સૂતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો તમને અશુભ પરિણામ મળી શકે છે

વાસ્તુશાસ્ત્રમાં ઘર અને દિશાઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે, પરંતુ તેની સાથે દિનચર્યાનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. આજે અમે તમને એવી બાબતો વિશે જણાવીશું જેનું તમારે સૂતા પહેલા ખાસ ધ્યાન રાખવી જોઈએ. લોકો ઘણીવાર નાની-નાની ભૂલો કરે છે જેના કારણે વાસ્તુ દોષો બને છે. લોકો આ બાબતોને અવગણીને ચાલે છે અને બેદરકાર રહે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર કહે છે કે તમે વાસ્તુ માનો કે ન માનો, તેની અસર ચોક્કસ થાય છે.

પાણી
કેટલાક લોકોને સૂતા પહેલા પથારીમાં પાણી રાખવાની આદત હોય છે જેથી રાત્રે તરસ લાગે તો તેઓ પાણી પી શકે. પરંતુ આવું ન કરવું જોઈએ. ભૂલથી પણ તકિયા બાજૂમાં પાણી ન રાખવું. એવું માનવામાં આવે છે કે આ ચંદ્ર પર અસર કરે છે, જેના કારણે વ્યક્તિ માનસિક પરેશાનીઓથી ઘેરાઈ જાય છે.

તેલની બોટલ
સૂતા પહેલા બેડને સારી રીતે સાફ કરો. પલંગ પર તેલ વગેરેની બોટલ ન હોય તે જોવું. વાસ્તુ અનુસાર તે નકારાત્મક ઉર્જા આકર્ષે છે. અને વ્યક્તિને ડરામણા સપના આવી શકે છે.

અરીસો
ઘણા લોકોને બેડની બાજુમાં અરીસો રાખવાની આદત હોય છે. આવું ન કરવું જોઈએ. બેડની આજુબાજુ કે સામે અરીસો ન રાખવાનો પ્રયાસ કરો. આ પરસ્પર સંબંધોને અસર કરે છે.

પાકિટ
કેટલાક લોકો સૂતા પહેલા પોતાનું પર્સ ઓશિકા નીચે રાખે છે. જો તમે પણ આવું કરો છો, તો આ આદતને તરત જ બંધ કરવાની જરૂર છે. આવું કરવું દેવી લક્ષ્‍મીનું અપમાન માનવામાં આવે છે. જેના કારણે વ્યક્તિ આર્થિક સંકટમાં ઘેરાઈ જાય છે. આ સિવાય પલંગ પર કોઈ પણ પુસ્તકની નકલ અથવા વાંચવાની વસ્તુ ન રાખો.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles