fbpx
Sunday, November 3, 2024

આ 5 વસ્તુને ઉધાર આપતા પહેલા વિચાર કરો, નહીં તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો

વાસ્તુશાસ્ત્રમાં એવી ઘણી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જે કોઈને અન્ય વ્યક્તિ સાથે શેર ન કરવી જોઈએ અથવા તો તેને ઉધાર ન આપવી જોઈએ. આમ કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છે. અને નકારાત્મકતાનો શિકાર બની શકો છો જાણો તેના વિશે.

કપડાં
વાસ્તુ અનુસાર આપણે ક્યારેય પણ કોઈને કપડા પહેરવા માટે ન આપવા જોઈએ. સાથે જ આપણે પણ ક્યારેય બીજાના કપડાં ન પહેરવા જોઈએ. આના કારણે આપણી અંદર નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે અને જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવવા લાગે છે.

રૂમાલ
વાસ્તુશાસ્ત્ર અનુસાર વ્યક્તિએ પોતાનો રૂમાલ કોઈને ન આપવો જોઈએ. તેને લોકો વચ્ચેના ઝઘડા સાથે જોડીને જોવામાં આવે છે. આપણે પણ ક્યારેય બીજા વ્યક્તિનો રૂમાલ આપણી સાથે ન રાખવો જોઈએ.

ઘડીયાળ
વાસ્તુશાસ્ત્રમાં ઘડિયાળનો સંબંધ સકારાત્મક અને નકારાત્મક ઉર્જા સાથે પણ છે. આપણે ક્યારેય પોતાની ઘડિયાળ બીજાને ન આપવી જોઈએ. એવું કહેવાય છે કે આવું કરવાથી વ્યક્તિનો ખરાબ સમય શરૂ થઈ શકે છે.

પેન
તમે એવા ઘણા લોકોને જોયા હશે જેઓ મહત્વપૂર્ણ ડીલ દરમિયાન પોતાની અલગ પેનનો ઉપયોગ કરે છે. તે પોતાની પેન પણ બીજા કોઈને આપતા નથી. વાસ્તવમાં વાસ્તુશાસ્ત્ર મુજબ આપણે ક્યારેય પણ બીજા વ્યક્તિને પોતાની પેન ન આપવી જોઈએ. આ ન માત્ર કરિયરની દ્રષ્ટિએ અશુભ માનવામાં આવે છે. પરંતુ તમે પૈસા પણ ગુમાવી શકો છો.

સાવરણી
ક્યારેય કોઈ બીજાની સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ. કોઈને સાવરણી આપવી પણ ન જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles