fbpx
Sunday, November 3, 2024

આવતીકાલે યોગીની એકાદશી, રાશી અનુસાર આ ઉપાયોથી ભગવાન હરિને પ્રસન્ન કરો

આવતી કાલે એટલે કે 14 જૂન 2023ના રોજ યોગીની એકાદશી છે. શ્રી હરીના ભક્તો ખાસ કરીને અગિયારસનું વ્રત રાખતા હોય છે. આ વ્રતથી જીવનમાં સારા ફળોનું પ્રાપ્તિ થાય છે. દરેક વ્યક્તિએ અગિયારસનું વ્રત કરવું જોઈએ. આવતી કાલની એકાદશીનું યોગીની એકાદશી નામ છે. આ દિવસે દરેક રાશિના જાતકોએ પોતાની રાશિ અનુસાર વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ.

જાણો દરેક રાશિએ કયા મંત્રથી વિષ્ણુ ભગવાનની ઉપાસના કરવી.

મેષ રાશિ- યોગિની એકાદશી પર મેષ રાશિના લોકોએ ‘ઓમ ગોવિંદાય નમઃ’ અને ‘ઓમ વામનાય નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ. ઓછામાં ઓછી બે માળા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્‍મી પ્રસન્ન થશે.

વૃષભ રાશિ – જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના લોકોએ ‘ઓમ વામનાય નમઃ’ અને ‘ઓમ પદ્મનાભાય નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી કોઈપણ પ્રકારના કામમાં આવતી અડચણો દૂર થશે.

મિથુન રાશિ- યોગિની એકાદશી પર ઓમ માધવાય નમઃ અને ઓમ નારાયણાય નમઃ મંત્રનો જાપ મિથુન રાશિના લોકો માટે ફાયદાકારક છે. ઓછામાં ઓછા 108 વાર મંત્રનો જાપ કરવાથી સ્વાસ્થ્ય લાભ મળે છે.

કર્ક રાશિ– કર્ક રાશિવાળા લોકોએ ‘ઓમ કેશવાય નમઃ’ અને ‘ઓમ શ્રીધરાય નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ. જલ્દી જ ફાયદો થશે.

સિંહ રાશિ- જ્યોતિષ અનુસાર સિંહ રાશિવાળા લોકોએ ઓછામાં ઓછા 108 વાર ‘ઓમ પદ્મનાભાય નમઃ’ અને ‘ઓમ હૃષિકેશાય નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ. તેના પર ભગવાન વિષ્ણુની કૃપા થશે.

કન્યા રાશિ- આ રાશિના લોકોએ ‘ઓમ હૃષિકેશાય નમઃ’ અને ‘ઓમ શ્રીધરાય નમઃ’ મંત્રનો જાપ કરવો પડશે. કન્યા રાશિના જાતકોને આ મંત્રોના જાપ કરવાથી વિશેષ લાભ થશે.

તુલા રાશિ- “ઓમ ત્રિવિકર્માય નમઃ” અને “ઓમ મધુસુદનાય નમઃ” મંત્રોનો જાપ આ રાશિના લોકો માટે વિશેષ ફળદાયી રહેશે.

વૃશ્ચિક રાશિ– જ્યોતિષ શાસ્ત્ર અનુસાર યોગિની એકાદશી પર ‘ઓમ કેશવાય નમઃ’ અને ‘ઓમ શ્રીધરાય નમઃ’ મંત્રનો જાપ આ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. 108 વાર જાપ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે.

ધનુરાશિ– આ રાશિના લોકોએ યોગિની એકાદશી તિથિએ ‘ઓમ માધવાય નમઃ’ અને ‘ઓમ નારાયણાય નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ. તેના શુભ ફળ મળશે.

મકર રાશિ- ‘ઓમ પદ્મનાભાય નમઃ’ અને ‘ઓમ મધુસૂદનાય નમઃ’ મંત્રોનો ઓછામાં ઓછો 108 વાર જાપ આ રાશિના લોકો માટે ફળદાયી રહેશે. ટૂંક સમયમાં જ તમને જીવનની સમસ્યાઓમાંથી મુક્તિ મળશે.

કુંભ રાશિ- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિના લોકોના જીવનમાં આવતી સમસ્યાઓ દૂર કરવા માટે ‘ઓમ હૃષિકેશાય નમઃ’ અને ‘ઓમ શ્રીધરાય નમઃ’નો જાપ કરો. તેના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે અને સફળતાનો માર્ગ ખુલશે.

મીન રાશિ- ‘ઓમ માધવાય નમઃ’ અને ‘ઓમ નારાયણાય નમઃ’ મંત્રનો જાપ આ રાશિના લોકો માટે ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles