fbpx
Tuesday, November 5, 2024

ગુરુદોષના આ 6 સંકેતો વ્યક્તિને બનાવે છે અસફળ અને ચારિત્રહીન! આ 5 ઉપાયોથી બળવાન બનશે ગુરુ

જ્યોતિષ શાસ્ત્રમાં બૃહસ્પતિને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. માંગલિક કાર્યો માટે બૃહસ્પતિ એટલે કે ગુરૂ ઉચ્ચ સ્થિતિમાં હોવો જરૂરી છે. એટલે કે કુંડળીમાં ગુરૂ ગ્રહ નીચે સ્થિતિમાં હોય કે પછી પાપ ગ્રહોની સાથે હોય તો તે નકારાત્મક પ્રભાવ આપી શકે છે.

કુંડળીમાં ગુરૂ દોષ હોવાથી વ્યક્તિના જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે.

તે વ્યક્તિ કામમાં સફળ નથી થઈ શકતો, ચરિત્રહીન થઈ શખે છે, કામથી યશની પ્રાપ્તિ નથી થતી. ગુરૂ દોષ થવા પર વ્યક્તિને ઘણા સંકેત મળવા લાગે છે. તેમના આધાર પર તમે ગુરૂ દોષ નિવારણ ઉપાય કરી શકો છો.

ગુરૂ દોષના 6 સંકેત

  • જો કોઈ વ્યક્તિના લગ્નમાં મોડુ થઈ રહ્યું છે અથવા તો વિવાહિક જીવનમાં તાલમેલની કમી છે. અન્ય સમસ્યા પેદા થઈ રહી છે તો આ ગુરૂ દોષના કારણે થઈ શકે છે.
  • ગુરૂ દોષ થવા અથવા તો ગુરૂના કમજોર થવાથી વ્યક્તિ ઓછી શિક્ષા પ્રાપ્ત કરી શકે છે. તેમાં પણ તેને ખૂબ પડકારોનો સામનો કરવો પડે છે.
  • જો તમે કોઈ કામ કરો છો તેમાં સફળતા પ્રાપ્ત નથી થતી તે અટકી જાય છે તો સમજી લો કે કુંડળીમાં ગુરૂદોષ થઈ શકે છે.
  • તમે પોતાનાથી મોટા અને વૃદ્ધોનું સન્માન નથી કરતા. સંસ્કારહીન છો, વ્યક્તિત્વમાં ઘણી બધી ખામી આવે છે. ચરિત્રહીન છે તો તે ગુરૂ દોષના કારણે થઈ શકે છે.
  • ગુરૂ દોષ થવા અથવા ગુરૂના કમજોર થવા પર વ્યક્તિ ખૂબ જ મુશ્કેલીઓથી ધન કમાય છે. તેના ઉપરાંત તે સ્મૃતિ હાનિ, લીવર, કિડની, કમળો, શ્વાસ, ફેફસા અને પેટની સમસ્યાથી પરેશાન રહે છે.
  • ગુરૂ દોષના કારણે વિરોધીઓ અને શત્રુઓની સંખ્યા વધી શકે છે. લોકો પાસેથી દગો મળી શકે છે.

ગુરૂ દોષ નિવારણ ઉપાય

  • જો ગુરૂ દોષ છે અથવા ગુરૂ કમજોર છે તો તમારે ગુરૂવારનું વ્રત રાખવું જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવ ગુરૂ બૃહસ્પતિની પૂજા કરવી જોઈએ.
  • ગુરૂ દોષના પ્રભાવને ઓછો કરવા માટે તમે ગુરૂવારના દિવસે પીળા રંગના કપડા પહેરો. હળદળ, ચણાની દાળ, કેસર, પીળા વસ્ત્ર, પીતળ વગેરે દેન કરો.
  • ગુરૂ દોષ નિવારણ માટે તમે બૃહસ્પતિવારના દિવસે ગુરૂને શુભ રત્ન પુખરાજ અથવા તો ઉપરત્ન સુનેલા કે સોનલને ધારણ કરી શકો છો. તેના ઉપરાંત ડાબા હાથની આંગળીમાં સોનાની વિંટી પહેરી શકો છો. સોનાના આભૂષણ પહેરવાથી લાભ થાય છે.
  • ગુરૂ દોષથી મુક્તિ માટે તમે પરિવારના વૃદ્ધનું સન્માન કરો. પોતાના ગુરૂના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લો. આ નિયમિત કરો.
  • ગુરૂવારના દિવસે ગુરૂ ગ્રહના બીજ મંત્ર ‘ॐ बृं बृहस्पते नम:’નો જાપ ઓછામાં ઓછા 108 વખત અથવા તે એક માળા કરો. હળદળની માળાનો ઉપયોગ કરો.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles