કાલે રાત્રે પાડોશમાં રહેતી છૂટાછેડા લીધેલી ભાભી
તૈયાર થઈને મોનુના ઘરે ગઈ.
ભાભી : હવે મારાથી એકલતા સહન નથી થતી,
હું હવે આઝાદ પંખીની જેમ જીવવા માંગુ છું.
શું અત્યારે તમે ફ્રી છો?
મોનુ ખુશ થઈને બોલ્યો : હા હું તો નવરો જ છું,
બોલો શું કામ છે?
ભાભી : ઠીક છે,
હું મારા મિત્રો સાથે બહાર ડિનર કરવા જઈ રહી છું,
તમે મારા આ નાના છોકરાનું ધ્યાન રાખજો.
😅😝😂😜🤣🤪
સોહમ : ડૉક્ટર સાહેબ.
ગજબ થઈ ગયો છે, અમારા લગ્નજીવનને પચ્ચીસ વર્ષ થયા.
અત્યાર સુધી મારી વાઇફ ઓફિસે જાઉ
ત્યારે સામે જોઈ મીઠું મીઠું મલકાઈને ટિફિન હાથમાં પકડાવતી.
ઓફિસેથી આવું ત્યારે સામે જોઈને મરકતી મરકતી હાથમાં
ઠંડા પાણીનો ગ્લાસ પકડાવતી.
ગમે ત્યારે કોઈ પણ બહાનું કાઢી સામે આવીને ગાલ ઉપર ટપલી મારતી.
પણ ગયે મહિને માથાના દુ:ખાવાની તકલીફને લીધે તમારી પાસે આવેલી.
પછી જાણે સાવ જ બદલાઈ ગઈ છે.
હવે મારી સામે જોતી જ નથી.
હું સામે ચાલીને એની પાસે જાઉં છું તો મોઢું મચકોડે છે.
તમે એને કઈ દવા આપેલી?
મેં એને કોઈ દવા નહોતી આપી, ડૉક્ટરે કહ્યું.
એ સાવ ખોટા નંબરના ચશ્મા પહેરતી હતી
તે ફેંકાવડાવી દઈ સાચા નંબરના ચશ્મા પહેરવાનું શરૂ કરાવ્યું હતું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)