ઘરમાં તુલસી લગાવવાને શુભ માનવામાં આવે છે. તુલસી બે પ્રકારના હોય છે, રામા તુલસી અને શ્યામા તુલસી. હિંદુ ધર્મમાં માનનાર જાતકો ઘરમાં બંને પ્રકારની તુલસી લગાવે છે. જો એક તુલસી લગાવવાની વાત કરવામાં આવે તો રામા તુલસીને સર્વોત્તમ ગણવામાં આવે છે.
આ તુલસી લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જા આવે છે. રામા તુલસીનું પૂજા પાઠમાં વિશેષ સ્થાન છે. ઘરમાં શ્યામા તુલસી પણ લગાવી શકાય છે, પરંતુ આ તુલસીનો પૂજા પાઠ કરતા ઔષધિ તરીકે વધુ ઉપયોગ કરવામાં આવે છે.
ઘરમાં તુલસીના છોડ કેટલા હોવા જોઈએ?
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા માંગો છો, અથવા પહેલેથી જ ઘરમાં એકથી વધુ તુલસીના છોડ હોય તો આ સંખ્યાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. વૈદિક જ્યોતિષ અનુસાર ઘરમાં તુલસીના 1થી વધુ છોડ લગાવવા હોય તો 3, 5, 7ની સંખ્યામાં છોડ લગાવવા જોઈએ, જે શુભ માનવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્રમાં તુલસીની લાકડીનો ઉપાય જણાવવામાં આવ્યો છે. અમાસના દિવસે નહાવાના પાણીમાં તુલસીની લાકડી નાખીને સ્નાન કરવાથી નકારાત્મકતા દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે. નહાવાના પાણીમાં તુલસીની લાકડી નાખીને થોડી વાર રાખી મુકો, ત્યાર પછી તે સ્વચ્છ જગ્યાએ મુકી દો, હવે આ પાણીથી સ્નાન કરો. તુલસીની લાકડી ભૂલથી પણ બાથરૂમમાં ના રાખવી જોઈએ.
વૈદિક જ્યોતિષમાં જણાવવામાં આવ્યું છે, ઘરમાં તુલસીનો છોડ અચાનક સુકાવા લાગે તો, ઘરમાં આવનારી આપત્તિનો સંકેત આપે છે. અનેક કોશિશ કર્યા પછી છોડ સુકાઈ જાય તો તે અશુભ સંકેત ગણાય છે.
તુલસી લગાવવાના ફાયદા-
- હિંદુ ધર્મમાં તુલસીને માઁ લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તુલસી સુખ સમૃદ્ધિ લાવે છે અને ઘરમાં લગાવવાથી વાસ્તુદોષ દૂર થાય છે.
- ઘરની દક્ષિણ દિશામાં તુલસી લગાવવાથી અને દર શુક્રવારે કાચુ દૂધ અર્પણ કરવાથી વેપારમાં નુકસાન થતું નથી.
- આયુર્વેદ અનુસાર તુલસી પાસે નિયમિતરૂપે બેસવાથી અસ્થમાની બિમારી દૂર થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)