જો તમે પણ પરેશાન છો કે ગુરુ પૂર્ણિમા પર પોતાના ગુરુને શું ભેટ આપવું, જેનાથી ગુરુ પ્રસન્ન થાય અને ગુરુ પોતાના દૈનિક જીવનમાં તેનો ઉપયોગ કરી શકે. તો આ ખબર તમારા માટે છે, હિન્દૂ કેલેન્ડરના ચોથા મહિનામાં ગુરુ પૂર્ણિમા આવે છે. અષાઢ માસની પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે, આ ફક્ત ભારત જ નહિ સમગ્ર વિશ્વમાં હિન્દુ ધર્મ સાથે જોડાયેલા લોકો મનાવે છે.
ગુરુ પૂર્ણિમા પોતાના આધ્યાત્મિક અને શૈક્ષણિક ગુરુને સમર્પિત હોય છે.
શાસ્ત્રો અનુસાર ગુરુનો દરજ્જો ભગવાન કરતાં પણ ઉપર વર્ણવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, વર્ષ 2023માં 3 જુલાઈએ ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવશે, જેમાં લોકો તેમના આધ્યાત્મિક અને શૈક્ષણિક ગુરુઓની પૂજા કરે છે અને તેમને સમર્પિત રીતે કાર્ય કરે છે. જ્યારે તમે ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા ગુરુના આશીર્વાદ લેવા જાઓ છો, ત્યારે તમે તેમના અનુસાર કેટલીક વસ્તુઓ ભેટમાં આપી શકો છો, જે તેમને દૈનિક દિનચર્યામાં ઉપયોગી થઈ શકે છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં અનેક પ્રકારના સવાલો હોય છે કે તેઓએ પોતાના ગુરુને શું ભેટ આપવી જોઈએ, જેથી તે વસ્તુ તેમના ગુરુ માટે ઉપયોગી સાબિત થાય. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમે તમારા ગુરુને તેમની રાશિ પ્રમાણે ભેટ પણ આપી શકો છો, જે તેમને ચોક્કસ ગમશે. આમ કરવાથી તમારા ગુરુ ખૂબ જ ખુશ થશે.
રાશિ પ્રમાણે ગુરુને આપો આ ભેટ..
કુંભ: સફેદ વસ્તુઓ જેવી કે સફેદ વસ્ત્ર, મોતી, ચાંદી વગેરે.
મીન: પીળા વસ્ત્રો, હળદર ચણાની દાળ, બેસન વગેરે.
મકરઃ પીળા વસ્ત્રોનું દાન કરવાથી લાભ થશે.
તુલા: શાલ, ચાદર કે ધાબળો વગેરેનું દાન કરો.
વૃશ્ચિક: માણિક અથવા તેનાથી સંબંધિત વસ્તુઓનું દાન કરો.
સિંહ રાશિ: પાંચ ધાતુથી બનેલી કોઈપણ વસ્તુનું દાન કરવાથી લાભ થશે.
મેષ: ખાદ્ય સામગ્રી અને મૂંગા દાન કરો.
ધન: સોનું અથવા સોનાની બનેલી કોઈપણ વસ્તુનું દાન કરી શકો છો.
મિથુન: ઓળવાની વસ્તુઓનું દાન કરવું લાભદાયક રહેશે.
કન્યા: હીરા, ઝવેરાત, કોહિનૂર વગેરે કિંમતી વસ્તુઓનું દાન કરો.
કર્કઃ ચોખા, દહીં વગેરેનું દાન કરવું લાભદાયક રહેશે.
વૃષભ: સફેદ વસ્તુઓ જેમ કે ચાંદી અને કોઈપણ ચાંદીની બનેલી વસ્તુઓ વગેરેનું દાન કરવાથી વિશેષ લાભ થશે.
ગુરુનો દરજ્જો ભગવાન કરતા પણ ઊંચો
શાસ્ત્રોમાં ગુરુનો દરજ્જો ભગવાન કરતાં ઊંચો હોવાનું કહેવાયું છે. શાસ્ત્રોમાં ગુરુનો મહિમા અપાર ગણાવ્યો છે. ભગવાન પાસે જવાનો માર્ગ પણ ગુરુ બતાવે છે, જેના કારણે ગુરુને ભગવાન કરતાં પણ ઊંચો દરજ્જો મળ્યો છે. ગુરુને નિમીત થઈ હંમેશા પૂજા, ઉપાસના કરવી જોઈએ. ગુરુનો આદર કરવાથી વ્યક્તિના જીવનમાં કોઈ દુ:ખ આવતું નથી. પોતાના ગુરુના માનનું ધ્યાન રાખીને જ્યારે એમને ભેટ સ્વરુપે વસ્ત્રો, સારા ફળો, પીળા રંગની મીઠાઈઓ વગેરે શ્રદ્ધા ભક્તિથી અર્પણ કરવાથીગુરુ પ્રસન્ન થાય છે અને જીવનમાં આગળ વધવાના આશીર્વાદ આપે છે.
તમારા ગુરુના ચરણ સ્પર્શ કરીને, ગુરુને કંઈક ભેટ આપો. તમે રાશિ અનુસાર ગુરુને ભેટ પણ આપી શકો છો. જો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા આધ્યાત્મિક અને શૈક્ષણિક ગુરુને કંઈક ભેટ આપવા માંગો છો, તો તમે તેમને તેમના રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ આદર અને ભક્તિ સાથે આપી શકો છો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)