fbpx
Thursday, January 16, 2025

જમવાના સમયે ભૂલથી પણ આ ન કરો, મા લક્ષ્મી અને અન્નપૂર્ણા થશે નારાજ

સનાતન ધર્મમાં અનાજને દેવતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. એવામાં ભોજન બનાવવાથી લઈ આરોગવા અને તેના સંબંધિત અન્ય તમામ વસ્તુ માટે કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે. આમ તો ખાવાપીવાની બાબતમાં લોકોની અલગ-અલગ આદતો હોય છે. આ આદતો સમય, રીત, ખાવાનું સ્થળ વગેરે સાથે સંબંધિત છે. આમાંની ઘણી બાબતો યોગ્ય છે પરંતુ કેટલીક બાબતો ખોટી પણ છે, જે કરવાથી મા અન્નપૂર્ણાનુ અપમાન થાય છે અમે ઘરમાં દરિદ્રતા અને અન્નની કમીનો સામનો પણ કરવો પડે છે.

થાળીમાં ક્યારેય ન ધોવા જોઈએ હાથ

ઘણા લોકો જમ્યા પછી પોતાના સ્થાને જ બેઠાબેઠા થાળીમાં હાથ ધોઈ લેતા હોય છે. જોકે, આવું કરવું ખોટું છે. શાસ્ત્રોના નિયમો અનુસાર ભોજન કર્યા પછી ક્યારેય પણ વ્યક્તિએ જમવાની થાળીમાં હાથ ન ધોવા જોઈએ. આમ કરવાથી માં અન્નપૂર્ણા અને ધનની દેવી લક્ષ્‍મી નારાજ થાય છે.

આ રીતે પીરસો રોટલી

ભોજન પીરસો ત્યારે તમારે ક્યારેય પણ થાળામાં ત્રણ રોટલી પીરસીને ન આપવી જોઈએ. આમ કરવું અશુભ ગણવામા આવે છે. જો સતત આવું કરવામાં આવે તો તેનાથી દુર્ભાગ્ય આવે છે. તમારે રોટલી પીરસતી વખતે એક થાળીમાં 2 અથવા 4 રોટલી આપવી જોઈએ, ક્યારેય પણ 3 રોટલી પીરસીને થાળી આપવી જોઈએ નહી. એવી માન્યતા છે કે મૃત વ્યક્તિને 3 રોટલી અર્પિત કરવામાં આવે છે.

ન કરશો અન્નનુ અપમાન

વ્યક્તિએ પોતાની થાળીમાં એટલું જ ભોજન લેવું જોઈએ જેટલું તે ખાઈ શકે છે. થાળીમાં અન્ન એઁઠું મૂકવાથી તે વ્યર્થ જાય છે જેના કારણે અન્નનું અપમાન થાય છે. આવી સ્થિતિમાં કંગાળી અને દરિદ્રતાનો સામનો કરવો પડે છે.

આ સિવાય તમે રાત્રીના સમયે રસોડામાં કે પ્લેટફોર્મ પર એંઠા વાસણો ન છોડો, ન તો વાસણો કે રસોડું ગંદું રાખો. યાદ રાખો રાત્રે રસોડાને સારી રીતે સાફ કરવામાં આવે. રસોડામાં પીવાના પાણીના વાસણ પાસે દીવો પ્રગટાવો, તેનાથી માતા લક્ષ્‍મી પ્રસન્ન થાય છે. હંમેશા સ્નાન કર્યા પછી જ ભોજન બનાવો અને પ્રથમ રોટલી ગાયને અને છેલ્લી રોટલી પણ કૂતરાને આપો.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles