હિંદુ ધર્મમાં અમાસનું ધાર્મિક મહત્ત્વ છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવામાં આવે છે અને દાન દક્ષિણાનું પણ વિશેષ મહત્ત્વ છે. માનવામાં આવે છે કે, કુંડળીમાં પિતૃદોષ દૂર કરવા માટે અને તેમના આશીર્વાદ મેળવવા માટે પૂજા પાઠ કરવામાં આવે છે.
કુંડળીમાં શનિદોષ હોય તો અમાસના દિવસે વિશેષ ઉપાય અને પૂજા કરવી જોઈએ. આ પ્રકારે કરવાથી તમામ સમસ્યાનું સમાધાન મળે છે.
શનિમંત્રનો જાપ- અમાસના દિવસે શનિદેવ સાથે સંબંધિત મંત્રનો જાપ કરવાથી શનિદોષ દૂર થાય છે. તમે ‘ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः’ મંત્રનો જાપ કરી શકો છો. આ મંત્રનો 108 વાર જાપ કરો. નિયમિતરૂપે આ મંત્રનો જાપ કરવાથી શનિદોષમાં સુધારો થઈ શકે છે.
શનિદેવ પૂજા- અમાસના દિવસે શનિદેવની પૂજા કરવાથી શનિદોષની અસર ઓછી થાય છે. આ કારણોસર શનિદેવની મૂર્તિ, શનિ મંડળ અથવા શનિના પ્રતિકની સામગ્રી રાખીને વિધિ વિધાન સાથે પૂજા કરો. પૂજા દરમિયાન શનિ ચાલીસા, શનિ અષ્ટોત્તર, શતનામાવલી અથવા શનિ સ્તોત્રનો પાઠ કરવો પણ લાભકારી માનવામાં આવે છે.
દાન- શનિદોષથી મુક્તિ મેળવવા માટે દાન કરવું ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. અમાસના દિવસે કાળી અડદની દાળ, સરસિયાનું તેલ, રાઈ, અજમો, સફેદ કપડાંનું દાન કરવાથી શનિદોષ શાંત થાય છે.
વ્રત- શનિદોષ દૂર કરવા માટે અમાસના દિવસે શનિ વ્રત કરવું તે શુભ માનવામાં આવે છે. આ દિવસે શનિદેવની પૂજા, જાપ અને દાન કરી શકો છો. શનિદોષની અસર ઓછી કરવામાં આ વ્રત સહાયક સાબિત થાય છે, તથા તમામ કષ્ટ દૂર થાય છે.
શિવલિંગ પૂજા- ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શિવની પૂજા કરવાથી તમામ કુંડળી દોષ દૂર થાય છે. શિવ મંદિરે જઈને શિવલિંગ પર જળાભિષેક કરો. ઉપરાંત પિંડદાન પણ કરી શકાય છે, જેથી પિતૃ પ્રસન્ન થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)