પતિને પિયરે ગયેલી પત્નીનો પત્ર મળ્યો.
તેમાં લખ્યું હતું : પ્રિયે,
તમારા વિયોગમાં ગાળેલ એક મહિનામાં
હું અડધી રહી ગઈ છું.
તમે ક્યારે આવી રહ્યા છો?
પતિએ જવાબમાં લખ્યું : હવે તો
હું એક મહિના પછી જ આવીશ.
😅😝😂😜🤣🤪
પતિ બાથરૂમમાં ઘુસ્યો અને સ્નાન કર્યા પછી પત્નીને,
અરે સાંભળે છે, જરા ટુવાલ આપજે ને.
પત્ની (બુમ પાડીને) : હંમેશા ટુવાલ વગર નહાવા જતા રહો છો?
હવે હું ચા બનાવું કે ટુવાલ આપું.
બનિયાન પણ ધોયા વગર નળ પર ટાંગી દો છો,
એ પણ મારે જ ઉઠાવવી પડે છે.
બાથરૂમમાં વાયપર પણ નથી ફેરવતા. કાલે લાઈટ પણ ચાલુ
રાખીને જતા રહ્યા હતા. ભીના ભીના બહાર નીકળો છો,
તો આખા ઘરમાં પગલા પાડો છો,
પછી એના પર ધૂળ જામશે તો બધું ગંદુ થઈ જશે.
એકવાર કામવાળી એના કારણે લપસી ગઈ
હતી તો ત્રણ દિવસ રજા પાડી હતી.
મારી શું ખરાબ હાલત થઈ હતી ત્યારે.
પતિ (મનમાં) : નાઈ ને ભૂલ કરી કે લગ્ન કરી ને.
😅😝😂😜🤣🤪
છગન : એવી કંઈ વસ્તુ છે
જે સતત વધતી રહે છે?
મગન : ભારતની જનસંખ્યા.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)