fbpx
Thursday, January 16, 2025

માતા લક્ષ્મીના પ્રકોપથી બચવા કરો આ ઉપાયો, જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ

દેવી લક્ષ્‍મીને ધનની દેવી માનવામાં આવે છે. જેના ઘર પર પણ માતાની નજર પડે તેમના ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી. માતાની અસીમ કૃપાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. તમારી મહેનતું યોગ્ય અને સારું ફળ મળે છે. માતા લક્ષ્‍મીની કૃપા મેળવવા તેની પૂજા અને અમુક ઉપાયનું વર્ણન આપણા શાસ્ત્રોમાં કરાયું છે. માતા લક્ષ્‍મીની કૃપા જેટલી સારી અને ફળદાય છે તેટલો જ ખરાબ માતાનો ગુસ્સો છે.

જો માતા લક્ષ્‍મી તમારા પર ક્રોધિત થાય તો તમારા કામ બગડવા લાગે છે.

તમે દિવસ રાત મહેનત કરી રહ્યા છતા પણ પૈસાની તંગી સામે સતત સંઘર્ષ કરી રહ્યા હોવ તો પછી તમે તેનું સમાધાન કરવા માટે આ 3 ઉપાયો કરી શકો છો. આ ઉપાયો કરવાથી માતા લક્ષ્‍મી તમારા પર પ્રસન્ન થાય છે. માતાની કૃપા થવાથી તમારા જીવનમાં દરરોજ બમણી પ્રગતિ થાય છે. ક્યારેય ધનની કમી નથી આવતી. ઘરમાં વિવાદ, બીમારી અને નકારાત્મકતાથી છુટકારો મળે છે. અહી આ ઉપાયો અંગે જાણકારી આપવામાં આવી છે.

નિયમિત કરો ઘરની સાફ સફાઇ

ગંદકી હોય ત્યાં લક્ષ્‍મીજી ટકતા નથી. ઘરના આગમન દ્વારથી લઇને અંદર સુધી સ્વચ્છતા રાખો. ઘરના દરેક ખૂણેથી કચરો સાફ કરો. ઘરમાં કરોળિયાના જાળાં ન રહેવા દો. આ સાથે સાંજે ઘરમાં ઝાડુ મારવાનો આગ્રહ રાખો. આમ કરવાથી માતા લક્ષ્‍મી પ્રસન્ન થાય છે. ઘરમાં ધન ધાન્ય આવે છે.

ઘરના મુખ્ય દ્વાર પર બનાવો સ્વસ્તિક

સ્વસ્તિક શુભ લાભની નિશાની છે. હળદરથી રોજ ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવવાથી નકારાત્મકતાને દૂર થાય છે. દેવી લક્ષ્‍મી ઘરમાં પ્રવેશ કરે છે. સવારે નિયમિત સ્નાન કરીને સ્વસ્તિક બનાવીને માતા લક્ષ્‍મી પ્રસન્ન થાય છે. ઘરમાંથી સંકટો દૂર કરવાથી ધનનો ભંડાર ભરાય છે.

દરરોજ કરો દેવી લક્ષ્‍મીની પૂજા

ઘરમાં રોજ મા લક્ષ્‍મીની આરતી કરવી જોઈએ. ખાસ કરીને સાંજના સમયે દિવો પ્રગટાવી માતા લક્ષ્‍મીની આરતી કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ધનના સ્ત્રોત વધે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ રહેશે. દેવી લક્ષ્‍મીને ક્યારેય ધનની કમી રહેતી નથી. સંકટોને ઘરથી દૂર રાખે છે અને તમને સફળતા અને સમૃદ્ધિ પ્રદાન કરે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles