દેવશયની એકાદશી દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે. દેવશયની એકાદશીને હરિશયની એકાદશી, પદ્મ એકાદશી અને અષાઢી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. દેવશયની એકાદશીનો અર્થ છે – દેવતાઓના શયનની એકાદશી. આ દિવસથી ભગવાન વિષ્ણુ બ્રહ્માંડ ચલાવવાનું કામ ભગવાન શિવને સોંપીને યોગ નિદ્રામાં જાય છે. ચાર મહિના સુધી તેઓ યોગ નિદ્રામાં રહે છે, તેના કારણે કોઈ શુભ કાર્ય થતું નથી.
આ ચાર માસને ચાતુર્માસ કહેવાય છે. દેવશયની એકાદશીના દિવસથી ચાતુર્માસ શરૂ થાય છે.
દેવશયની એકાદશી 2023 શુભ મુહૂર્ત
પંચાંગ અનુસાર આ વર્ષે 29 જૂન ગુરુવારે સવારે 3.18 કલાકે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીનો પ્રારંભ થઈ રહ્યો છે. જેની પૂર્ણાહુતિ 30 જૂન શુક્રવારે સવારે 02.42 કલાકે થશે. આવી સ્થિતિમાં જો ઉદયતિથિને ધ્યાનમાં લઈએ તો દેવશયની એકાદશીનું વ્રત 29 જૂનને ગુરુવારે રાખવામાં આવશે.
સિદ્ધ અને રવિ યોગમાં દેવશયની એકાદશી
આ વખતે દેવશયની એકાદશી પર સિદ્ધ અને રવિ યોગ બની રહ્યો છે. 29 જૂને સવારથી રાત્રી સુધી સિદ્ધ યોગ છે, જ્યારે રવિ યોગ સવારે 05:26 થી સાંજ 04:36 સુધી છે. દેવશયની એકાદશી વ્રતનું પૂજન રવિ અને સિદ્ધ યોગમાં થશે.
દેવશયની એકાદશી પૂજા સમય 2023
દેવશયની એકાદશીના દિવસે તમે સવારથી જ ભગવાન વિષ્ણુની પૂજા કરી શકો છો. તે દિવસનો શુભ સમય સવારે 05.26 થી 07.11 સુધીનો છે. ત્યારપછી પૂજાનો શુભ સમય સવારે 10.40 થી બપોરે 03.54 સુધીનો છે.
દેવશયની એકાદશી 2023 પારણા સમય
આ વર્ષે દેવશયની એકાદશી વ્રત 30 જૂન શુક્રવારે ઉજવવામાં આવશે. પરાણાનો સમય બપોરે 01:48 થી સાંજના 04:36 સુધીનો છે. આ દિવસે હરિવાસર સવારે 08:20 કલાકે સમાપ્ત થશે. જે લોકોને કોઈ કારણસર વહેલું પારણુ કરવું પડતું હોય તેઓ હરિવાસર પછી પારણા કરીને વ્રત પૂર્ણ કરી શકે છે.
દેવશયની એકાદશીનું મહત્વ
જે લોકો દેવશયની એકાદશીનું વ્રત કરીને ભગવાન વિષ્ણુની ઉપાસના કરે છે, તેમના માનસિક વિકાર સમાપ્ત થાય છે. વ્યક્તિ પાપથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે. દેવશયની એકાદશીથી ચાતુર્માસ શરૂ થાય છે, ઉપવાસ, પૂજા અને પાઠ કરવા પર કોઈ પ્રતિબંધ નથી. દેવશયની એકાદશીથી દેવઉઠની એકાદશી સુધી ચાતુર્માસ ચાલે છે. દેવઉઠની એકાદશી પર ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી બહાર આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)