હિંદુ ધર્મમાં પ્રકૃત્તિને દેવી દેવતાઓ સાથે જોડવામાં આવે છે. હિંદુ ધર્મ અનુસાર કેટલાક ઝાડ એવા હોય છે, જેમાં દેવી દેવતાઓનો વાસ હોય છે. માન્યતા અનુસાર આ ઝાડની વિધિ અનુસાર પૂજા કરવાથી મનુષ્યનું ભાગ્ય ઉઘડી જાય છે અને ધાર્યું પરિણામ પ્રાપ્ત થાય છે.
કયા ઝાડમાં કયા દેવતાનો વાસ હોય છે અને કયા દિવસે પૂજા કરવી જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
સોમવારે પીપળાના ઝાડની પૂજા-
હિંદુ ધર્મમાં સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે, આ દિવસે શિવજીની પૂજા કરવાથી પ્રસન્ન થાય છે અને ભક્તો પર તેમની કૃપા વરસાવે છે. સોમવારે શિવજીની પૂજા કરવાથી સમાજમાં માન-સમ્માન પ્રાપ્ત થાય છે. આ દિવસે પીપળાની પૂજા કરવાને પણ શુભ માનવામાં આવે છે. પીપળાની પૂજા કરવાથી કાયદાકીય બાબતોનું નિવારણ આવે છે. નોકરીમાં આવક વધે અને તમામ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય છે.
મંગળવારે લીમડાની પૂજા-
મંગળ ગ્રહના નામ પર મંગળવાર નામ આપવામાં આવ્યું છે. હિંદુ શાસ્ત્રમાં મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત થે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી પહેલાના જન્મે કરેલા પાપ નષ્ટ થાય છે. કુંડળીમાં મંગળ નબળો હોય તો મંગળવારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. મંગળવારે લીમડાના ઝાડની પૂજાને શુભ માનવામાં આવે છે. આ દિવસે લીમડાના ઝાડ પર જળ અર્પણ કરવાથી મંગળ શુભ અસર પ્રદાન કરે છે.
બુધવારે આમળાના ઝાડની પૂજા-
શાસ્ત્રોમાં બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે, જેથી આ દિવસે ગણેશજીની વિધિ અનુસાર પૂજા કરવામાં આવે છે. બુધવારે કોઈપણ કામની શરૂઆતને શુભ માનવામાં આવે છે. ગણેશજીને દુર્વા અર્પણ કરવી જોઈએ, જેથી ભગવાન ગણેશ પ્રસન્ન થઈને ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે. ઉપરાંત આ દિવસે આમળાના ઝાડની પૂજા કરવાને શુભ માનવામાં આવે છે.
ગુરુવારે કેળની પૂજા-
ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે કેળની પૂજા પણ કરવી જોઈએ. માન્યતા અનુસાર કેળના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. આ દિવસે મહિલાઓ કેળના ઝાડની પૂજા કરે તો ઘર ધન અને ધાન્યથી ભરપૂર રહે છે.
શુક્રવારે કેળાના ઝાડની પૂજા-
શુક્રવારનો દિવસ માતા સંતોષીને સમર્પિત છે. આ દિવસે માઁ લક્ષ્મીની સાથે માઁ દુર્ગાની પણ પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ સાસ્ત્ર અનુસાર આ દિવસે મહિલાઓ સંતોષી માતાની પૂજા કરે તો ઘર ધન અને ધાન્યથી ભરપૂર રહે છે. શુક્રવારે કેળાના ઝાડની પૂજાને શુભ માનવામાં આવે છે. ઉપરાંત આમળાના ઝાડની અને તુલસી પૂજા પણ કરી શકો છો.
શનિવારના દિવસે પીપળાના ઝાડની પૂજા-
શનિવારનો દિવસ શનિદેવ મહારાજને સમર્પિત છે, આ દિવસે વિધિ વિધાન સાથે શનિદેવની પૂજા કરવામાં આવે તો સાઢેસાતી અને શનિઢૈય્યાનો પ્રકોપ ઓછો થાય છે. આ દિવસે શનિદેવની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે, ઉપરાંત પીપળાના ઝાડની પૂજાને શુભ માનવામાં આવે છે. પીપળાના ઝાડમાં તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે. આ કારણોસર પીપળાના ઝાડની પૂજા કરવાથી તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)