fbpx
Thursday, January 16, 2025

આજથી શરૂ થાય છે ગુપ્ત નવરાત્રી, કરો આ ઉપાય, મા દુર્ગા થશે પ્રસન્ન

સનાતન ધર્મમાં દેવી માની આરાધના માટે સર્વોત્તમ સમય નવરાત્રીનો માનવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર 1 વર્ષમાં 4 વાર નવરાત્રી માઘ અને અષાઢ મહિનામાં આવે છે. ગુપ્ત નવરાત્રી ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરી ચુકેલા જાતક સામાન્ય રીતે ઉજવે છે. સાથે જ જે વ્યક્તિ તંત્ર વિદ્યામાં લીન હોય છે તેમના માટે ગુપ્ત નવરાત્રી ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

નવરાત્રીની શરૂઆત આજથી એટલે કે 19 જૂન 2023થી જ થઇ રહી છે જેનું સમાપન 28 જૂન 2023ના રોજ થશે. ગુપ્ત નવરાત્રીમાં કરવામાં આવતા ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. ભોપાલ નવાસી જ્યોતિષી તથા વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસેથી જાણીએ જ્યોતિષી ઉપાય વિશે.

ગુપ્ત નવરાત્રિમાં કરો આ ખાસ ઉપાય

લાલ રંગના ફૂલ ચઢાવો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો તમે મા દુર્ગાના આશીર્વાદ મેળવવા માંગો છો અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરવા માંગો છો, તો ગુપ્ત નવરાત્રિ દરમિયાન મા દુર્ગાને લાલ રંગના ફૂલ ચઢાવો. આમ કરવાથી મા દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે.

શ્રૃંગારની વસ્તુઓ અર્પિત કરો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુપ્ત નવરાત્રિ દરમિયાન મા દુર્ગાને શ્રૃંગારની વસ્તુઓ અર્પણ કરવામાં આવે તો મા દુર્ગા પ્રસન્ન થાય છે અને તેમને હંમેશા સુહાગન રહેવા માટે આશીર્વાદ આપે છે.

લવિંગ અને કપૂરથી આરતી કરો

જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ગુપ્ત નવરાત્રિ દરમિયાન જો તમે ઘરમાં 9 દિવસ સુધી લવિંગ અને કપૂરથી આરતી કરો છો તો ઘરમાં ફેલાયેલી નકારાત્મક ઉર્જા બહાર જાય છે. સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે. જેના કારણે ઘરનું વાતાવરણ ખુશનુમા બની જાય છે.

કરિયરમાં સફળતાના ઉપાય

જો તમે તમારા કરિયરમાં સફળતા મેળવવા માંગતા હોવ તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રિ દરમિયાન નવરાત્રીના દિવસે 9 કન્યાઓને મખાનાની ખીર ખવડાવો અને દક્ષિણા આપીને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવો.

ધન લાભ માટેના ઉપાયો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુપ્ત નવરાત્રિ દરમિયાન જો તમે 9 ગોમતી ચક્રો તમારા ઘરમાં લાવીને મા દુર્ગાની સમક્ષ રાખો અને નવરાત્રિના છેલ્લા દિવસે તેને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખશો તો તમને ક્યારેય ધનની કમી નહી થાય.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles