fbpx
Thursday, January 16, 2025

આચાર્ય ચાણક્ય અનુસાર, આમંત્રણ વિના કોઈના ઘરે ન જવું જોઈએ

મહાન સમ્રાટ ચંદ્રગુપ્તના ગુરુ ચાણક્યને ભારતના મહાન વિદ્વાન, અર્થશાસ્ત્રી, રાજદ્વારી અને માર્ગદર્શક તરીકે ઓળખવામાં આવે છે. તેમણે તેમના નીતિશાસ્ત્રમાં જીવનની સમસ્યાઓ અને તેના નિવારણની સ્પષ્ટ સમજણ આપી છે.

આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં મહેમાની અને મેજબાનીને લઈને વિસ્તારપૂર્વક ઉલ્લેખ કર્યો છે.

આચાર્ય ચાણક્યના આ 4 શ્લોકોને તમારા જીવનમાં ઉતારી લો જેનાથી તમે ક્યારેય સગા-સંબંધીઓની સામે અપમાન અનુભવશો નહીં. જાણો આચાર્ય ચાણક્યના નીતિશાસ્ત્રના ચાર મુખ્ય શ્લોકો.

  • ॥ परगृहमकारणतो न प्रविशेत् ।।
    આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, કોઈ પણ કારણ વગર કોઈના ઘરમાં ન જવું જોઈએ. કોઈ પણ કારણ વગર બીજાના ઘરમાં જવાથી વ્યક્તિનું અપમાન થાય છે. તેનો એક અર્થ એવો પણ થઈ શકે છે કે, કાનૂની અધિકાર મળ્યા પછી જ કોઈ બીજાના ઘરમાં પ્રવેશ કરી શકાય છે, એમ નહીં.
  • ॥ ज्ञात्वापि दोषमेव करोति लोकः ।।
    આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, મનુષ્ય ઈરાદાપૂર્વક જ ગુનાહિત પ્રવૃત્તિ તરફ આગળ વધે છે. મનુષ્ય પોતાની સ્વાભાવિક બુદ્ધિ પ્રમાણે કોઈપણ કાર્યને ખરાબ માનતો હોવા છતાં તેની તરફ આકર્ષિત થાય છે. માણસ અસંયમને કારણે આવું કરે છે. જે વ્યક્તિઓમાં સંયમ નથી હોતા તે ભ્રષ્ટચારી બની જાય છે.
  • ॥ शास्त्रप्रधाना लोक वृत्तिः ॥
    આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, લોક વ્યવહાર શાસ્ત્રો અનુસાર હોવો જોઈએ. મનુષ્યના વ્યવહારના સંબંધમાં લગભગ તમામ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે, એટલા માટે મનુષ્યે પોતાના કાર્ય-વેપારમાં અન્ય લોકોની તુલનામાં વ્યવહાર કરવા માટે શાસ્ત્રોમાંથી પ્રેરણા લેવી જોઈએ.
  • ।। शास्त्राभावे शिष्टाचारमनुगच्छेत् ।।
    આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, જો માણસને શાસ્ત્રોનું જ્ઞાન ન હોય તો મનુષ્યે પોતાનું આચરણ શ્રેષ્ઠ પુરુષો પ્રમાણે કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિને શાસ્ત્રોનું જ્ઞાન ન હોય તો તેને જીવનમાં ઘણી બધી બાબતોમાં મુશ્કેલી આવી શકે છે. આ મુશ્કેલીને દૂર કરવાનો એક સરળ રસ્તો એ છે કે તેણે પોતાનું આચરણ શ્રેષ્ઠ પુરુષોના સમાન કરવું જોઈએ, એટલે કે, તેઓ જેવું કરે છે તેનું પાલન કરવું જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles