fbpx
Thursday, January 16, 2025

દેવશયની એકાદશી પર બની રહ્યો છે વિશેષ શુભ યોગ, યોગ નિદ્રામાં જતા પહેલા કરો ભગવાનની પૂજા

હિન્દુ ધર્મમાં એકદાશીનું વિશેષ મહત્વ છે. દરેક માસમાં બે વખત એકાદશીનું વ્રત આવે છે. માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ આ વ્રત રાખે છે એમના પાપ ધોવાઈ જાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ એકદશીના વ્રતોમાં કેટલાક ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. એમાંથી એક છે દેવશયની એકદાશી, જે દર વર્ષે અસાઢ માસમાં આવે છે.

દેવશયની એકદાશી પછી ચાતુર્માસનો પ્રારંભ થાય છે અને શ્રી હરિ યોગ નિંદ્રામાં જાય છે.

દેવશયની એકાદશી

આ એકાદશી દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે આવે છે. જેને હરિશયની એકાદશી, પદ્મ એકાદશી અને અષાઢી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. દેવશયની એકાદશીનો અર્થ છે – દેવતાઓના શયનની એકાદશી. આ દિવસથી ભગવાન વિષ્ણુ બ્રહ્માંડ ચલાવવાનું કામ ભગવાન શિવને સોંપીને યોગ નિદ્રામાં જાય છે. ચાર મહિના સુધી તેઓ યોગ નિદ્રામાં રહે છે, જેને ચાતુર્માસ કહેવાય છે. આ ચાર મહિનામાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી.

તારીખ અને મુહૂર્ત

પંચાંગ અનુસાર, દેવશયની એકાદશી ગુરુવાર, 29 જૂન, 2023ના રોજ સવારે 03:18 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે, એટલે કે, શુક્રવાર, 30 જૂન, 02:42 વાગ્યે સમાપ્ત થશે. જ્યારે 30મી જૂને ઉપવાસ કરવામાં આવશે. દેવશયની એકાદશીના દિવસે તમે સવારથી જ ભગવાન વિષ્ણુની પૂજા કરી શકો છો. તે દિવસ માટેનો શુભ અને શ્રેષ્ઠ મુહૂર્ત સવારે 05:26 થી 07:11 સુધીનો છે. તે પછી સવારે 10:40 થી બપોરે 03:54 સુધીનો સમય પણ પૂજા માટે શુભ છે.

ઘણા શુભ યોગ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે દેવશયની એકાદશી પર ઘણા શુભ યોગો બની રહ્યા છે. આ દિવસે સિદ્ધ અને રવિ યોગ બની રહ્યો છે. 29 જૂનના રોજ સવારથી રાત સુધી સિદ્ધ યોગ છે, જ્યારે રવિ યોગ સવારે 05:26 થી 04:36 સુધી છે. દેવશયની એકાદશી વ્રતની પૂજા રવિ અને સિદ્ધ યોગમાં કરવામાં આવશે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

દેવશયની એકાદશીનું મહત્વ

ધાર્મિક માન્યતા અનુસાર, દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો નિયમ છે. દેવશયની એકાદશીના દિવસથી ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જાય છે. તે પહેલા ભગવાન વિષ્ણુની પૂજા આવનાર સમયના શુભતા માટે જરૂરી માનવામાં આવે છે. દેવશયની એકાદશીને હરિશયની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ આ વ્રત કરે છે તેનું મન શુદ્ધ થઈ જાય છે અને બધા પાપો પણ ધોવાઈ જાય છે. આ દિવસે શ્રી હરિનો પાઠ કરવાથી વ્યક્તિને ખૂબ જ શુભ ફળ મળે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles