fbpx
Thursday, January 16, 2025

જગન્નાથની રથયાત્રામાં ભગવાન કૃષ્ણની પત્ની રૂકમણીનો રથ કેમ નથી? જાણો કારણ

આ વખતે ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા 20 જૂનના રોજ શરુ થશે. આ રથયાત્રા 28 જૂન પાછી મંદિરમાં ફરશે. દેશના અલગ અલગ ભાગોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. અમદાવાદમાં પણ ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ રથમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્ચાએ નીકળે છે.

રથયાત્રા સાથે જોડાયેલી એક ખાસ વાત એ છે કે આ યાત્રામાં ભગવાન કૃષ્ણ સાથે ભાઈ અને બહેનનો રથ હોય છે પરંતુ પત્ની રૂકમણી નો નહિ. એ પાછળ એક કથા પ્રચલિત છે, ચાલો જાણીએ…

જ્યારે શ્રી કૃષ્ણએ સૂતી વખતે રાધાનું નામ લીધું હતું

લોકપ્રિય દંતકથા અનુસાર, એકવાર ભગવાન કૃષ્ણ તેમની પત્ની રૂકમણી સાથે મહેલમાં સૂતા હતા. પછી અચાનક તેઓ ઊંઘમાં રાધાનું નામ લેવા લાગ્યા. જ્યારે રૂકમણીજીએ આ જોયું ત્યારે તેમણે બીજા દિવસે સવારે આ વાત બીજી બધી રાણીઓને કહી અને કહ્યું કે “આપણી આટલી સેવા અને સમર્પણ પછી પણ સ્વામી રાધાને યાદ કરવાનું ભૂલતા નથી.” આનું રહસ્ય જાણવા બધી રાણીઓ માતા રોહિણી પાસે ગઈ.

માતા રોહિણીએ રાધા-કૃષ્ણની ઘટનાઓ સંભળાવી

રાણીઓની વાત સાંભળ્યા પછી, માતા રોહિણી તેમને રાધા-કૃષ્ણની વાર્તા કહેવા માટે સંમત થયા, પરંતુ એ પણ કહ્યું કે “જ્યારે હું તમને કૃષ્ણ અને રાધા વિશે કહું છું, તે સમયે કોઈએ રૂમમાં પ્રવેશવું જોઈએ નહીં. આ માટે રાણીઓએ શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાને દરવાજે ચોકીદાર બનાવી દીધા.

જ્યારે બલરામ-શ્રી કૃષ્ણ માતાના રૂમમાં આવ્યા

જ્યારે માતા રોહિણી રૂકમણી સહિત અન્ય રાણીઓને શ્રી કૃષ્ણ-રાધાની લીલા સંભળાવી રહી હતી, ત્યારે સુભદ્રાએ જોયું કે બલરામ અને શ્રીકૃષ્ણ તે દિશામાં આવી રહ્યા છે. સુભદ્રાએ તેમને ઘણા બહાના કરીને માતાના રૂમમાં જતા રોક્યા. પણ રૂમની બહાર પણ માતા રોહિણીનો અવાજ સંભળાયો. રાધાના પ્રેમની કથા સાંભળતી વખતે શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રા એટલા ભાવુક થઈ ગયા કે તેમના શરીર પીગળવા લાગ્યા.

નારદજીએ આ અદ્ભુત સ્વરૂપ જોયું

રાધાની કથા સાંભળીને શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાના શરીર પીગળવા લાગ્યા ત્યારે દેવર્ષિ નારદ ત્યાંથી પસાર થયા. આ ત્રણનું આ રૂપ જોઈને તેઓ અભિભૂત થઈ ગયા. નારદ મુનિએ તેમને વિનંતી કરી કે “જે સ્વરૂપમાં મેં તમને અત્યારે જોયા છે, તે જ સ્વરૂપમાં તમે કલયુગમાં તમારા બધા ભક્તોને દર્શન આપો.” ભગવાને તેમની વાત સ્વીકારી. આ સ્વરૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રા રથયાત્રામાં ભક્તોને દર્શન આપે છે અને આ જ કારણ છે કે આ રથયાત્રામાં પત્ની રૂકમણીનો રથ હાજર નથી.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles