જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં દિવસ અને દિશાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. જો તમે કોઈ કામ કરવા માટે ઘરેથી નીકળ્યા છો અને તેમાં સફળતા મેળવવા માંગો છો તો શુભ દિશા અને દિવસનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
અનેકવાર આપણે અજાણતા અશુભ દિશામાં જતા રહીએ છીએ, જેના કારણે કામ પૂર્ણ થતા નથી અથવા બગડી જાય છે. કઈ દિશામાં યાત્રા ના કરવી જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
દિશા શૂળ શું છે?
જ્યોતિષ શાસ્ત્રમાં દિશા શૂળનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ એક એવો અશુભ સમય છે, જ્યારે સપ્તાહના અલગ અલગ દિવસે અલગ અલગ દિશામાં યાત્રા ના કરવી જોઈએ, નહીંતર વ્યક્તિના કામમાં અનેક અડચણ આવે છે, જેના કારણે કામ બગડી શકે છે. આ કારણોસર જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ કામ કરતા પહેલા અથવા ઘરેથી બહાર નીકળતા પહેલા દિશા શૂળ જરૂરથી જોવું જોઈએ. જો તમે દિશા શૂળ જોયા વગર યાત્રા માટે નીકળી ગયા છો, તો આવ્યા પછી દિશા શૂળ જોવાનું કોઈ મહત્ત્વ નથી.
કયા દિવસે દિશા શૂળ માન્ય ગણાય છે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવાર અને બુધવારના દિવસે ઉત્તર દિશામાં દિશા શૂળ માન્ય ગણાય છે. કહેવામાં આવે છે કે, આ બે દિવસો દરમિયાન ઉત્તર દિશામાં યાત્રા ના કરવી જોઈએ, નહીંતર કામ બગડી શકે છે. મંગળવારના દિવસે ઉત્તર પશ્ચિમ ખૂણમાં દિશા શૂળ માન્ય ગણવામાં આવે છે.
દિશા શૂળ માટે જ્યોતિષ ઉપાય
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારના દિવસે દિશા શૂળમાં યાત્રા કરી રહ્યા છો, તો ઘરેથી બહાર નીકળતા પહેલા ગોળનું સેવન કરવું જોઈએ.
- બુધવારને દિવસે દિશા શૂળમાં યાત્રા કરવાની જરૂર પડે તો તે પહેલા તલ અથવ ધાણાનું સેવન કરીને નીકળવું જોઈએ.
- ઘરેથી બહાર નીકળતા પહેલા 5 પગલા પાછળની તરફ ચાલો ત્યાર પછી તમારા કામ માટે બહાર નીકળો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)