fbpx
Thursday, January 16, 2025

મંગળવારે આ રીતે પૂજા કરવાથી હનુમાનજી પ્રસન્ન થશે અને સંકટ પણ દૂર થશે

આજે મંગળવાર, આજના દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી તમામ સંકટ દૂર થાય છે. આજે અષાઢ માસની શુક્લ પક્ષની બીજ છે. નક્ષત્ર પુનર્વસુ, કરણ કૌલવ, યોગ ધ્રુવ છે.

માનવામાં આવે છે કે, હનુમાન ચાલીસાની સાથે બજરંગ બાણના પાઠ કરવાથી ખૂબ જ લાભ થાય છે. ઘરના સભ્યો પર હનુમાનજીની વિશેષ કૃપા રહે છે.

મંગળવાર વ્રત
સવારે ઉઠીને સૌથી પહેલા સ્નાન કરો અને સ્વચ્છ કપડા પહેરીને પૂજા ઘરની સફાઈ કરો. પૂજાસ્થળે ભગવાન રામ, માતા સીતા અને હનુમાનજીનો ફોટો સ્થાપિત કરો. ધૂપ, દીવો અને અગરબત્તી કરો. હનુમાનજીની પૂજામાં લાલ રંગના ફૂલ અને સિંદૂર અર્પણ કરો. હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ કરો. આરતી કરો અને પ્રસાદનો ભોગ ધરાવો. ગોળ અને ચણાનો ભોગ પણ લગાવી શકો છો. 21 મંગળવાર સુધી પૂજા અને વ્રત કરવાથી તમામ ઈચ્છાપૂર્તિ થવાની માન્યતા છે. કુંડળીમાં મંગળદોષ હોય તો તે દૂર કરવા માટે હનુમાન ચાલીસા વાંચો, જરૂરિયાતમંદોને દાન કરો. તમે લાલ રંગની મિઠાઈ, ફળનું દાન કરીને પણ મંગળદોષથી મુક્તિ મેળવી શકો છો. પંચાંગ અનુસાર યોગ, નક્ષત્ર, દિશાશૂળ, રાહુકાળ, દિનકાળ, સૂર્યોદય વિશે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

20 જૂન 2023 પંચાંગ

  • તિથિ: અષાઢ શુક્લ પક્ષ
  • કરણ: કૌલવ
  • નક્ષત્ર: પુનર્વસુ
  • યોગ: ધ્રુવ
  • પક્ષ: શુક્લ
  • વાર: મંગળવાર
  • દિશાશૂળ: ઉત્તર

ઉદય-અસ્ત

  • સૂર્યોદય: 05:54:00 AM
  • સૂર્યાસ્ત: 07:27:00 PM
  • ચંદ્રોદય: 06:52:59
  • ચંદ્રાસ્ત: 21:27:59
  • ચંદ્ર રાશિ: મિથુન

હિંદુ મહિનો

  • શક સંવત: 1945 શુભકૃત
  • વિક્રમ સંવત: 2080
  • દિનકાળ: 13:58:10
  • માસ અમાસ: અષાઢ
  • માસ પૂર્ણિમાંત: અષાઢ
  • શુભ સમય: 11:54:34 થી 12:50:27 સુધી

અશુભ મુહૂર્ત

  • દુષ્ટમુહૂર્ત: 08:11:03 થી 09:06:56 સુધી
  • કુલિક: 13:46:19 થી 14:42:12 સુધી
  • કંટક: 06:19:18 થી 07:15:11 સુધી
  • રાહુ કાળ: 16:04 થી 17:45 સુધી
  • કાલવેલા/અર્દ્ધયામ: 08:11:03 થી 09:06:56 સુધી
  • યમઘંટ: 10:02:49 થી 10:58:41 સુધી
  • યમગન્ડ: 08:52:58 થી 10:37:44 સુધી
  • ગુલિક કાળ: 12:40 થી 14:22 સુધી

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles