હિન્દુ ધર્મમાં છોડને પણ ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. અમુક છોડ તમે ઘરમાં લગાવો છો તો ઘરની ઉન્નતિ પણ થાય છે. વિવિધ દેવતા અને ગ્રહોને પણ અમુક છોડ પ્રિય હોય છે, જેથી તમે એ છોડ લગાવો તો તેઓ તમારા પર પ્રસન્ન થાય છે. આજે આપણે વાત કરીશું શમીના છોડની. શમીનો છોડ શનિ દેવને અતિ પ્રિય છે તેમજ ભગવાન શિવને પણ આ છોડ ખૂબ ગમે છે.
તેથી અમે તમને આજે શમી છોડને લગતા કેટલાક ઉપાયો જણાવીશું.
ખર્ચને રોકવામાં મદદરૂપ
શનિવારે સવારે ઉઠ્યા બાદ સૌપ્રથમ તમારે શમીના કુંડામાં માટી ખોદીને તેમાં એક સિક્કો અને સોપારી દાટી દેવી, ત્યારપછી તમારે તે છોડની સામે સતત 7 દિવસ સુધી તલના તેલનો દીવો પ્રગટાવવાનો છે. આમ કરવાથી ફાયદો થાય છે.
દેવામાંથી રાહત માટે
એવું માનવામાં આવે છે કે શનિવારે શમીના સૌથી નીચેના ભાગમાં કાળા અડદ અને કાળા તલ અર્પણ કરવા જોઈએ. તેનાથી શનિ દોષમાંથી રાહત મળે છે અને તમારું દેવું ધીમે-ધીમે ઓછું થવા લાગે છે.
નોકરી મેળવવા માટે
આ માટે તમારે શનિવારે ઉત્તર દિશામાં શમીનો છોડ લગાવવો અને તેના પર તાંબાના વાસણમાં જળ અર્પિત કરવું, તેનાથી તમને લાભ થશે.
આર્થિક સમૃદ્ધિ માટે
શમીનો છોડ આર્થિક સમૃદ્ધિમાં પણ મદદગાર સાબિત થાય છે. આ છોડને તુલસીની બાજૂમાં લગાવવો વધુ હિતકારિક સાબિત થાય છે. તુલસીની પૂજા વખતે શમીના છોડની પણ પૂજા કરવી જોઈએ.
શમીના પાન પર્સમાં રાખો
શમીના પાનની પૂજાનું ખૂબ જ મહત્વ છે. એવું કહેવાય છે કે શમીની પૂજા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તમને ધનથી ભરપૂર રાખે છે. આ પાંદડાને પર્સમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)