અસાઢ મહિનાના શુક્લ પક્ષનો પ્રદોષ વ્રત ત્રયોદશી તિથિ એટલે 1 જુલાઈ શનિવારે છે. શનિવારના કારણે આને શનિ પ્રદોષ વ્રત કહેવાય છે. સંતાન સુખ માટે આ દિવસે વ્રત રાખી ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. ચાલો જાણીએ પ્રદોષ વ્રતનું મહત્વ, પૂજા વિધિ મુહૂર્તની વિષે.
અષાઢ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત મનાવવામાં આવશે. એવી માન્યતા છે કે પ્રદોષના દિવસે સ્નાન કરવાથી પુત્રની મનોકામનો સંકલ્પ કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે વ્રત રાખીને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. તેની સાથે જ શિવ મંદિરમાં ઘીનો દીવો કરવો. બ્રાહ્મણ દ્વારા પુત્ર મંત્રનો જાપ પણ કરી શકાય છે. તેનાથી મનોકામના ચોક્કસપણે પૂર્ણ થાય છે.
શરૂઆત અને સમાપ્તિ સમય
અષાઢ માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત રાખવામાં આવશે. આ વ્રત 30મી જૂન અને 1લી જુલાઈની વચ્ચેની રાત્રે 1.32 વાગ્યાથી શરૂ થઈ રહ્યું છે. જે 1 જુલાઈના રોજ રાત્રે 11 વાગ્યે સમાપ્ત થશે. તેથી જ 1લી જુલાઈના રોજ પ્રદોષ વ્રત મનાવવામાં આવશે.
શનિ પ્રદોષ પૂજા પદ્ધતિ
શનિ પ્રદોષ વ્રતના દિવસે સાંજે પ્રદોષકાળ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. ભગવાન ભોલેનાથની પૂજા ગંગાજળ, ગાયનું દૂધ, ચંદન, ભસ્મ, ફૂલ, માળા, ધૂપ, દીવો, ચંદન, બેલપત્ર, મદાર ફૂલ, ધતુરા, ભાંગ વગેરેથી કરવામાં આવે છે. શિવ વંદના સાથે શનિ પ્રદોષ વ્રત કથા સાંભળીને શિવ આરતી કરવામાં આવે છે. બીજા દિવસે સવારે પારણા કરીને વ્રત પૂર્ણ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)