fbpx
Wednesday, December 25, 2024

શનિદેવને ખૂબ જ પ્રિય છે આ 4 વસ્તુઓ, જેનો એક ઉપાય ખોલશે ભાગ્યના તાળા!

શનિદેવનું નામ આવતા જ લોકો ડરી જાય છે. શનિદેવને દંડના સ્વામી માનવામાં આવે છે. શનિ કર્મના દેવતા છે અને તમારા કરેલા કાર્યોનું ફળ તમને જરૂર આપે છે. માટે ગ્રહોની ચાલમાં શનિદેવને લઈને ગભરાવવાની જરૂર નથી. શનિદેવને અમુક એવી વસ્તુઓ પ્રીય છે જેના પ્રયોગથી તમારી કિસ્મતના દરવાજા ખુલી જશે.

લોખંડના છલ્લા
શનિની પીડાને સમાપ્ત કરવા માટે લોખંડના છલ્લા ધારણ કરવામાં આવે છે. આ છલ્લા જો ઘોડાની નાળથી બનાવવામાં આવે તો વધારે લાભકારી બને છે. શવિવારના દિવસે લોખંડના છલ્લાને સરસવના તેલમાં થોડી વાર માટે મુકી દો. પછી જળથી ધોઈને તેને હાથની ધ્યમાં આંગળીમાં ધારણ કરો.

સરસવનું તેલ
શનિ માટે સરસવનું તેલનું દાન કરવું અને પ્રયોગ કરવું ખૂબ જ અનુકૂળ પરિણામ આપે છે. જીવનમાં સફળતા મેળવવા માટે સરસવના તેલનો ખાસ ઉપયોગ કરો. શનિવારે સવારે લોખંડના પાત્રમાં સરસવનું તેલ લો, તેમાં એક રૂપિયાનો સિક્કો નાખો. તેલમાં પોતાનો ચેહરો જોઈ, આ તેલ કોઈ નિર્ધન વ્યક્તિને દાન કરો.

કાળી અડદ દાળ કે તલ
શનિના કારણે ધનની સમસ્યાઓમાં કાળી અડદ દાળ કે કાળા તલનો ઉપયોગ કરો. શનિવારની સાંજે કાળા અડદ અને કાળા તલને કોઈ ગરીબને દાન કરો. દાન કરતાની સાથે જ તમારી આર્થિક સમસ્યાઓ સમાપ્ત થઈ જશે.

ઘોડાની નાળ
ઘોડાની નાળનું શનિ માટે અત્યંત મહત્વ છે. તેજ ઘોડાની નાળનો શનિ માટે પ્રયોગ કરો જે ઘોડાના પગમાં પહેરેલી હોય. એકદમ નવી ખરીદેલી નાળનો ઉપયોગ ન કરો. તે કોઈ પ્રભાવ પેદા નથી કરતી.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles