એક પ્રૌઢા કેબિનમાં પ્રવેશ કરતાં જ
બોલી : ડોકટર, હું તમને મારી તકલીફ અંગે
નિખાલસતાથી વાત કરવા માંગુ છું.
ડોક્ટર : બેસો, જરૂર વાત કરો, પરંતુ બહેનજી,
તમે કંઈ પણ કહો એ પહેલાં મારે તમને ત્રણ વાત કરવાની છે.
પહેલી વાત તો એ કે
તમારે 25 કિલો જેટલું વજન ઘટાડવાની જરૂર છે.
બીજી વાત એ કે ગાલ અને હોઠ રંગવા માટે તમે જેટલું
પ્રસાધન દ્રવ્ય વાપર્યું છે એના દસમા ભાગ જેટલું વાપરશો
તો તમારી સુંદરતામાં નોંધપાત્ર સુધારો જણાશે.
અને ત્રીજી મુખ્ય વાત હું આર્ટિસ્ટ છું.
ડોકટર આની ઉપરના માળ પર બેસે છે.
😅😝😂😜🤣🤪
પત્નીએ પતિને કહ્યું : યાદ રાખજો,
જો આજ તમે દારૂ પીને ઘરે આવશો
તો હું આપધાત કરી લઈશ.
પતિ : પ્રિયે,
તું રોજ સવારે આ જ વાત કહે છે પરંતુ
ન તો તું વચન પૂરું કરે છે કે
ન હું દારૂ પીવાનું છોડુ છું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)