હિંદુ ધર્મમાં ભગવાન શ્રીકૃષ્ણને પૂર્ણ અવતાર માનવામાં આવે છે. સનાતન ધર્મમાં ભગવાન શ્રીકૃષ્ણની પૂજા માટેના કેટલાક નિયમ જણાવવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે, જો કોઈ વ્યક્તિ કૃષ્ણ પૂજામાં તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરે તો ભક્તો પર તેમની વિશેષ કૃપા રહે છે.
- ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો છો, તો નિયમિતરૂપે ‘ॐ श्रीकृष्णाय नम:’ નો શ્રદ્ધાપૂર્વક જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન શ્રીકૃષ્ણ ભક્તોને સંકટથી બચાવવા માટે આવે છે.
- પૌરાણિક માન્યા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણને વાંસળી ખૂબ જ પ્રિય હતી, આ કારણોસર તેઓ હંમેશા તેમની પાસે વાંસળી રાખતા હતા. આ કારણોસર શ્રીકૃષ્ણને બંસી બજૈયા નામથી ઓળખવામાં આવે છે. હિંદુ માન્યતા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણની પૂજામાં વાસંળી અર્પણ કરવામાં આવે તો તેઓ પ્રસન્ન થાય છે અને તમામ દુ:ખ હરી લે છે.
- ભગવાન શ્રીકૃષ્ણને મોરપીંછ ખૂબ જ પ્રિય હતું. આ કારણોસર જો કોઈ વ્યક્તિ કૃષ્ણપૂજામાં મોરપીંછ અર્પણ કરે તો તમામ મનોકામના પૂર્ણ થાય છે. માનવામાં આવે છે કે, કુંડળીમાં કાળસર્પ દોષ હોય તો તમામ કષ્ટમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રીકૃષ્ણને ચઢાવેલ મોરપીંછ પથારી નીછે રાખીને સૂવું. આ ઉપાય કરવાથી જીવનમાં તાત્કાલિક બદલાવ આવવાની માન્યતા છે.
- હિંદુ માન્યતા અનુસાર કોઈ દેવતાને તેમની પ્રિય વસ્તુનો ભોગ લગાવવામાં આવે તો તેઓ પ્રસન્ન થઈને ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે. તમે પણ શ્રીકૃષ્ણની કૃપા મેળવવા માંગો છો, તો તેમની પૂજા દરમિયાન માખણ, મિશ્રી, ચરણામૃત, લાડવા તથા અન્ય ભોગ અર્પણ કરવા અને તેમાં તુલસીનું પાન જરૂરથી હોવું જોઈએ.
- સંતાન સુખ મેળવવા માંગો છો, તો નિયમિતરૂપે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવી જોઈએ. માનવામાં આવે છે કે, કાન્હાની પૂજામાં સંતાન ગોપાલ મંત્રનો પાઠ કરવાથી સંતાન સુખ જરૂરથી પ્રાપ્ત થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)