માન્યતા અનુસાર એક વર્ષમાં 24 એકાદશી આવે છે, દેમાં નિર્જળા એકાદશી, જયા એકાદશી, મૌક્ષદા એકાદશી, પાપમોચની એકાદશી, આમલકી એકાદશી, મોહિની એકાદશી અને અપરા એકાદશી વગેરે સામેલ છે. તેમાંથી જ એક છે દેવશયની એકાદશી.
આ તે એકાદશી છે જેમાં ભગવાન વિષ્ણુ શયનકક્ષમાં ચાલ્યા જાય છે અને ચાર મહિના સુધી નિંદ્રામાં રહે છે. આ સાથે જ ચતુર્માસનો પ્રારંભ પણ થાય છે. ચતુર્માસના દિવસોમાં તમામ પ્રકારના માંગલિક કાર્યો કરવાની મનાઇ હોય છે. આ તે સમય છે જ્યારે લગ્ન-વિવાહ જેવા કાર્ય નથી કરવામાં આવતા.
ક્યારે છે દેવશયની એકાદશી: પંચાંગ અનુસાર અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશીના નામે ઓળખવામાં આવે છે. દેવશયની એકાદશીને હરિશયની એકાદશી પણ કહે છે.
આ વર્ષે દેવશયની એકાદશી 29 જૂને આવી રહી છે. તેવામાં આ વર્ષે ચતુર્માસ ચારના બદલે પાંચ મહિનાનો છે. આ એકાદશીનું વ્રત 29 જૂને જ રાખવામાં આવશે.
દેવશયની એકાદશી પર કરો તુલસીના ઉપાય: દેવશયની એકાદશી પર તુલસી ઉપાય કરવા ખૂબ જ શુભ અને લાભકારક માનવામાં આવે છે. તુલસીના છોડની વિશેષ ધાર્મિક માન્યતા હોય છે અને તુલસીને તુલસી માતા કહને સંબોધવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓના આધારે તુલસી ભગવાન વિષ્ણુને પ્રિય હોય છે અને એકાદશી પર તુલસી પૂજા કરવા પર સ્વયં ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.
માનવામાં આવે છે કે એકાદશીની પૂજામાં તુલસીની સમક્ષ ઘીનો દીવો પ્રગટાવવો શુભ હોય છે.
આ દિવસે 11 વાર તુલસીની પરિક્રમા કરવા પર જીવનમાં ખુશહાલીના યોગ બને છે.
પૂજાના ભોગમાં તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. પંજીરીમાં તુલસી દળ તોડીને નાંખી શકાય છે.
તુલસી માતાને લાલ ચુનરી પહેરાવવી શુભ હોય છે. તેનાથી દાંપત્ય જીવનમાં સુધાર આવે છે.
દેવશયની એકાદશી પર મા તુલસીને નાડાછડી બાંધો, આ કરવાથી માના આશીર્વાદ પ્રાપ્ત થશે અને આર્થિક અને સામાજિક જીવનમાં સમૃદ્ધિ આવશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)