fbpx
Wednesday, November 6, 2024

ભૂલથી પણ આ દિવસોમાં નખ ન કાપવા જોઈએ, નહીં તો ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે

સનાતન ધર્મ અને વૈદિક પરંપરાઓમાં જીવન સાથે જોડાયેલ અનેક પ્રકારના નિયમ બનાવવામાં આવ્યા છે. હિંદુ ધર્મની પરંપરા અનુસાર નખ કાપવા બાબતે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. અનેકવાર લોકોના મોઢે સાંભળ્યું હશે કે, આ દિવસે નખ ન કાપવા જોઈએ. નખ ક્યારે કાપવા અને ક્યારે ન કાપવા તે બાબતે પણ જણાવવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે, વર્જિત દિવસો દરમિયાન નખ કાપવામાં આવે તો દુર્ભાગ્ય ક્યારેય સાથ છોડતું નથી તથા માઁ લક્ષ્‍મીના આશીર્વાદ પ્રાપ્ત થતા નથી.

કયા દિવસે નખ કાપવા અને કયા દિવસે નખ ન કાપવા તે અંગે અહીંય જણાવવામાં આવ્યું છે.

આ દિવસો દરમિયાન નખ ના કાપવા

જ્યોતિષ અનુસાર નખ કાપવા માટે કેટલાક દિવસ નક્કી કરવામાં આવ્યા છે અને કયા દિવસે નખ ન કાપવા તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારના દિવસે નખ ન કાપવા જોઈએ. મંગળવારના દિવસે જાણતા કે અજાણતા નખ કાપવાથી માઁ લક્ષ્‍મીની સાથ મળતો નથી. આર્થિક પરિસ્થિતિ ખરાબ રહે છે. મંગળવારનો દિવસ ભગવાન હનુમાનનો વાર ગણવામાં આવે છે. આ દિવસે વ્રત કરવામાં આવે છે, તેથી મંગળવારે ભૂલથી પણ નખ અને વાળ ના કાપવા જોઈએ. ગુરુવારના દિવસે નખ ના કાપવા જોઈએ, નહીંતર લગ્ન જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે અને તણાવભર્યો માહોલ બની જાય છે.

શનિવારના દિવસે નખ કાપવાને અશુભ માનવામાં આવે છે. શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે, આ કારણોસર શનિવારના દિવસે નખ કાપવાથી શનિદેવ નારાજ થઈ શકે છે. જે લોકોની કુંડળીમાં શનિ સાથે સંબંધિત દોષ હોય અને શનિવારના દિવસે નખ કાપે તો આર્થિક, માનસિક અને શારીરિક સમસ્યાનો સામનો કરવો પડે છે. રવિવારના દિવસે નખ ના કાપના જોઈએ, નહીંતર સફળતા મેળવવામાં અનેક મુશ્કેલીઓ આવે છે.

આ દિવસ નખ કાપવા જોઈએ

શાસ્ત્રોમાં નખ કાપવા માટેના દિવસ નિર્ધારિત કરવામાં આવ્યા છે. સોમવારના દિવસે નખ કાપવા જોઈએ. આ દિવસે નખ કાપવાથી નાની મોટી બિમારીઓથી છુટકારો મળે છે. સોમવારનો સંબંધ ચંદ્રમા સાથે હોય છે અને ચંદ્ર મનનો કારક હોય છે. બુધવારના દિવસે નખ કાપી શકાય છે. બુધવારના દિવસે નખ કાપવાથી લાભ અને પ્રગતિ થાય છે. શુક્રવારના દિવસે નખ કાપવાથી માઁ લક્ષ્‍મી પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ, સૌભાગ્ય તથા સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles