હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું અનેક રીતે મહત્વ રહેલું છે. પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ થતો હોય છે. તુલસીના પાનને પવિત્ર ગણવામાં આવે છે. તુલસીનો છોડ લગભગ દરેક લોકોના આંગણામાં જોવા મળતો હોય છે. તુલસીના છોડને રોજ દીવો કરીને પૂજા પણ અનેક લોકો કરતા હોય છે. કહેવાય છે કે નિયમિત તમે તુલસીની પૂજા કરો છો તો માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણ અને શ્રીકૃષ્ણની પૂજા તુલસી અર્પિત કર્યા વગર અધૂરી રહે છે.
વાસ્તુ અને જ્યોતિષમાં તુલસીને શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ પવિત્રતા અને સમુદ્ધિનું પ્રતિક હોયછે. વાસ્તુ અનુસાર આ છોડ ઘરમાં લગાવવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને સાથે સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. પરંતુ ઘણાં લોકો અજાણતામાં તુલસીના પાન તોડતી વખતે નાની-મોટી ભૂલો કરી બેસતા હોય છે જેના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પુરાણોમાં તુલસીના પાનને લઇને અનેક નિયમો પણ બનાવવામાં આવ્યા છે, તો જાણો આ વિશે વધુમાં..
કહેવાય છે કે તુલસીના પાન ક્યારે પણ નખ દ્રારા તોડવા જોઇએ નહીં. આ અશુભ માનવામાં આવે છે. આવુ કરવાથી માતા લક્ષ્મી રિસાઇ જાય છે. આ માટે તુલસીના પાન તોડતા સમયે હંમેશા આંગળીઓનો ઉપયોગ કરો. વાસ્તુ અનુસાર વાત કરવામાં આવે તો જ્યારે પણ કોઇનું મૃત્યુ થાય ત્યારે તેરમા સુધી તુલસીના પાન તોડવા જોઇએ નહીં.
હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું ખૂબ મહત્વ રહેલું હોય છે. આ માટે ક્યારે પણ સ્નાન કર્યા વગર તુલસીના પાન અડશો નહીં. આમ કરવાથી પાપના ભાગીદાર બની શકો છો. તુલસીના પાન તોડતા સમયે હંમેશા મા લક્ષ્મીનું ધ્યાન ધરો, આમ કરવાથી દરેક કામમાં સફળતા મળે છે.
ક્યારે પણ સૂર્યાસ્ત પછી તુલસીના પાન તોડશો નહીં. શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવે છે. સુકાયેલા તુલસીના પાન ફેંક્યા વગર નદીમાં પધરાવો. આમ કરવાથી શુભ ફળ મળે છે. તુલસીના પાન ક્યારે પણ રવિવાર, ચંદ્રગ્રહણ અને સૂર્ય ગ્રહણના દિવસે તોડશો નહીં. આ દિવસોમાં તમે તુલસીના પાન તોડો છો તો કામ બધા અટકી જાય છે અને સફળતા મળતી નથી. આ દિવસોમાં જળ પણ ચઢાવશો નહીં.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)