કુંડળીમાં ગુરુ ઉચ્ચ અને પ્રબળ સ્થાન પર હોય તો સફળતા, યશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે. ગુરુ પૂર્ણિમાના રોજ ગુરુની પૂજા કરવામાં આવે તો ખૂબ જ સારું ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો, તે સમયે ગુરુ પૂર્ણિમા ઊજવવામાં આવે છે. દર વર્ષે અષાઢ માસની શુક્લપક્ષની પૂર્ણિમાએ ગુરુ પૂર્ણિમા ઊજવવામાં આવે છે.
આ વર્ષે 3 જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમા છે અને આ દિવસે 3 મોટા સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે, જેનાથી અનેક રાશિના જાતકોને લાભ થશે.
એકસાથે 3 યોગનું નિર્માણ
જ્યોતિષ અનુસાર, ગુરુ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ યોગ, ઈન્દ્ર યોગ અને બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ શુભ યોગ દરમિયાન દીક્ષા આપવાથી ફળદાયી સાબિત થાય છે. ગુરુની ચરણ વંદના કરવાથી મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે અને સફળતા મળે છે.
બ્રહ્મ યોગ- 2 જુલાઈ 2023થી રાત્રે 07:26 વાગ્યાથી 3 જુલાઈ 2023ના રોજ બપોરે 03:45 વાગ્યા સુધી
ઈન્દ્ર યોગ- 3 જુલાઈ 2023થી બપોરે 03:45વાગ્યાથી 4 જુલાઈ 2023ના રોજ બપોરે 11:50 વાગ્યા સુધી
બુધાદિત્ય રાજયોગ -24 જૂનના રોજ બુધનો મીન રાશિમાં પ્રવેશ થયો છે. જેથી સૂર્ય પહેલેથી જ મિથુન રાશિમાં બિરાજમાન છે. આ ગ્રહોની યુતિના કારણે બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે.
ગુરુ પૂર્ણિમા 2023
હિંદુ પંચાંગ અનુસાર આ વર્ષે 2 જુલાઈના રોજ સાંજે 06:02 વાગ્યે અષાઢ પૂર્ણિમા શરૂ થશે અને 3 જુલાઈના રોજ રાત્રે 11:08 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર ગુરુ પૂર્ણિમા 3 જુલાઈના રોજ ઊજવવામાં આવશે.
આ રાશિના જાતકો માટે ખૂબ જ લકી છે ગુરુ પૂર્ણિમા
મિથુન- મિથુન રાશિના જાતકો માટે ગુરુ પૂર્ણિમા ખૂબ જ શુભ રહેશે, કરિયરમાં સફળતા મળશે. બેન્ક બેલેન્સ વધશે. પારિવારિક સમસ્યાથી રાહત મળશે અને સારા સમાચાર પણ મળી શકે છે.
સિંહ- સિંહના જાતકો માટે ગુરુ પૂર્ણિમા ફળદાયી સાબિત થશે. સિંહ રાશિના જાતકોને નાણાંકીય લાભ થઈ શકે છે. ઘણા સમયથી જે કામ અટકેલા હતા, તે કામ પૂર્ણ થવાના તબક્કે પહોંચશે. ઓફિસમાં સારા સમાચાર મળવાની પ્રબળ સંભાવના છે. નવું કામ શરૂ કરવા માટે હાલનો સમય શુભ છે.
ધન- ધન રાશિના જાતકોને સફળતા મળે તે માટે નવા રસ્તા ખુલશે. ઓફિસમાં તમારા વખાણ કરવામાં આવશે. રોકાણ કરવા માટે ખૂબ જ સારો સમય છે. સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે.
ગુરુ પૂર્ણિમાના દિવસે કરો આ ઉપાય
ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ ગ્રહની શુભતા મેળવવા માટે ભગવાન વિષ્ણુની ઉપાસના કરો. પીળા રંગના કપડાં અર્પણ કરો અને ઝાડમાં દીવો કરો. માનવામાં આવે છે કે, આ પ્રકારે કરવાથી ગુરુ ગ્રહ મજબૂત થાય છે અને નોકરીમાં આવતી પરેશાની દૂર થાય છે.
કરિયરમાં પ્રગતિ મેળવવા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે પુસ્તકના પહેલા પેજ પર લાલ રોલીથી સ્વસ્તિકનું ચિહ્ન દોરો. ત્યાર પછી તમારી ઈચ્છા લખીને આ પુસ્તક માઁ સરસ્વતી પાસે મુકી દો. માઁ સરસ્વતીને જ્ઞાનનની દેવી અને સૌથી મોટા ગુરુ માનવામાં આવે છે.
વ્યક્તિનો કોઈ ગુરુ ન હોય તો ભગવાન વિષ્ણુને ગુરુ માનીને તેમની પૂજા કરો. માનવામાં આવે છે કે, શ્રીહરિની ઉપાસના કરવાથી ગુરુદોષથી મુક્તિ મળે છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં ઘણી તકલીફ પડી રહી છે, તો આ દિવસે ગીતા પાઠ કર્યા પછી ગાયની સેવા કરવી જોઈએ, જેથી લાભ થશે.
ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ યંત્રની સ્થાપના કરવાથી જીવનભર સુધી સૌભાગ્યની કમી રહેતી નથી. તમામ કાર્ય પૂર્ણ થાય છે અને ઓફિસમાં સફળતા મળે છે. બિઝનેસમાં સફળતા મેળવવા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે ગરીબ વ્યક્તિઓને પીળુ અનાજ; તુવેર દાળ, પીળા રંગની મિઠાઈનું દાન કરો. આ પ્રકારે કરવાથી વેપારમાં દિવસ રાત નફો થાય છે.
રાશિ અનુસાર કરો દાન
- કુંભ રાશિ: સફેદ કપડાં, મોતી, ચાંદી તથા અન્ય સફેદ વસ્તુઓનું દાન કરો.
- મીન રાશિ: પીળા કપડાં, હળદર, ચણાની દાળ, બેસનનું દાન કરો.
- મકર રાશિ: પીળા કપડાંનું દાન કરવાથી લાભ થશે.
- તુલા રાશિ: શાલ, ચાદર અથવા ધાબળાનું દાન કરો.
- વૃશ્વિક રાશિ: માણેક અથવા તેની સાથે સંબંધિત વસ્તુનું દાન કરો.
- સિંહ રાશિ: પાંચ ધાતુઓથી બનેલ વસ્તુઓનું દાન કરવાથી લાભ થશે.
- મેષ રાશિ: ખાવા પીવાનું વસ્તુઓ, મગ અથવા લાલ કપડાનું દાન કરો.
- ધન રાશિ: સોનુ અથવા સોનાની વસ્તુનું દાન કરો.
- મિથુન રાશિ: ઓઢવાની વસ્તુનું દાન કરવાથી લાભ થશે.
- કન્યા રાશિ: હીરા, ઝવેરાત તથા કોહિનૂરનું દાન કરો.
- કર્ક રાશિ: ચોખા, દહીં તથા અન્ય વસ્તુનું દાન કરવાથી લાભ થશે.
- વૃષભ રાશિ: ચાંદી અથવા ચાંદીથી બનેલ વસ્તુઓ અથવા અન્ય વસ્તુનું દાન કરવાથી વિશેષ લાભ થશે. મિશરીનું દાન કરવાથી પણ લાભ થશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)