fbpx
Wednesday, November 6, 2024

આવતીકાલે દેવપોઢી અગિયારસઃ ભૂલથી પણ ન કરવી જોઈએ આ 5 ભૂલો, પરિણામ આવશે ગંભીર

અષાઢ મહિનામાં શુક્લ પક્ષની અગિયારસ પર સૃષ્ટિના સંચાલક શ્રી હરિ ભગવાન વિષ્ણુ પાંચ મહિના માટે શયન એટલે કે નિદ્રા અવસ્થામાં જતા રહે છે. તેને દેવપોઢી અગિયાર કહે છે. આ અગિયારસથી શુભ અને માંગલિક કાર્ય બંધ થઇ જાય છે.

આ પાબંદી દેવઉઠી અગિયારસ સુધી રહે છે. આ વર્ષે 29 જૂનના રોજ દેવપોઢી અગિયારસ છે. આ દિવસે લોકોએ ભૂલથી પણ ના કરવી જોઇએ.

1. દેવપોઢી અગિયારસ પર ચોખા ખાવાનુ ટાળવુ જોઇએ. ચોખામાં જળ તત્વની માત્રા વધારે હોય છે. જળ પર ચંદ્રમાનો પ્રભાવ વધારે હોય છે.

2. દેવપોઢી અગિયારસના દિવસે કાળા રંગના કપડા પહેરવા અશુભ હોય છે, આ દિવસે પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા જોઇએ.

3. દેવપોઢી અગિયારસના દિવસે લસણ, ડુંગળી અને માંસ-મદિરાનું સેવન કરવાનું ટાળવુ જોઇએ. આ દિવસે ફક્ત સાત્વિક ભોજનનું સેવન કરો.

4. દેવપોઢી અગિયારસ પર નખ, વાળ, દાઢી ના કપાવી જોઇએ. અગિયારસના દિવસે એવા કાર્ય અશુભ હોય છે.

5. દેવપોઢી અગિયારસ પર કોઇને અપશબ્દ ના બોલો. ક્રોધ કરવાથી બચો, કોઇ વ્યક્તિને અપમાનિત ના કરો.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles