fbpx
Wednesday, November 6, 2024

આવતા સોમવારે છે ગુરુ પૂર્ણિમાઃ નોકરીમાં પ્રમોશન કે બિઝનેસમાં વૃદ્ધિ જોઈતી હોય તો કરો આ ઉપાય

હિંદુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનો દિવસ ગુરુઓને સમર્પિત છે. આ દિવસે ગુરુઓની પૂજા કરવાનું અને તેમના આશીર્વાદ લેવાથી ખૂબ જ લાભ થાય અષાઢ પૂર્ણિમાએ ગુરુ પૂર્ણિમા છે. આ દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો અને તેમને સંસારના પ્રથમ ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે.

મહર્ષિ વેદ વ્યાસના સમ્માનમાં અષાઢી પૂર્ણિમાએ ગુરુ પૂર્ણિમા ઊજવવામાં આવે છે. 3 જુલાઈ 2023ના રોજ ગુરુ પૂર્ણિમા ઊજવવામાં આવશે, આ દિવસે કેટલાક ઉપાય કરવાથી લાભ થશે.

ગુરુ પૂર્ણિમાના ઉપાય

  • આ દિવસે દેવગુરુ ગુરુ ગ્રહની પૂજા કરવાને શુભ માનવામાં આવે છે. આ દિવસે ગુરુઓની સાથે સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસે પીળા રંગના કપડાં પહોરો. કેળાના ઝાડ પાસે દીવો કરો. આ પ્રકારે કરવાથી કુંડળીમા ગુરુ દોષ દૂર થાય છે અને ગુરુ મજબૂત થાય છે. નોકરી અને બિઝનેસમાં મુશ્કેલી હોય તો તે દૂર થાય છે.
  • બિઝનેસમાં પ્રગતિ કરવા માંગો છો, તો ગુરુ પૂર્ણિમાના દિવસે નવી ખાતાવહી લો અને તેના પહેલા પેજ પર લાલ રોલીથી સાથિયો દોરો અને આખા વર્ષ દરમિયાન તેમાં હિસાબ લખો. તમારો વેપાર તેજીથી આગળ વધશે.
  • નોકરીમાં મનપસંદ પોસ્ટ અને પૈસા મેળવવા માંગો છો, તો એક ડાયરી ખરીદો અને તેના પહેલા પેજ પર રોલીથી સાથિયો દોરો. હવે પુસ્તક પર તમારી ઈચ્છા લખો અને તે પુસ્તક માઁ સરસ્વતીના ચરણો પાસે મુકો. માઁ સરસ્વતી તમને સદબુદ્ધિ આપશે અને તમારી મનોકામના પૂર્ણ કરશે.
  • ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ યંત્રની સ્થાપના કરો, આ પ્રકારે કરવાથી તમામ કામમાં સફળતા મળે છે.
  • મહેનત કર્યા પછી પણ ફળ ના મળે તો ગુરુ પૂર્ણિમાના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને પીળુ અનાજ; તુવેર દાળ અથવા પીળી મિઠાઈનું દાન કરો. આ પ્રકારે કરવાથી ઝડપથી સફળતા મળશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles