fbpx
Wednesday, November 6, 2024

શ્રાવણ માસમાં શિવજીને બિલીપત્ર અર્પણ કરવું વધુ શુભ માનવામાં આવે છે, સંકટ આવતા પહેલા જ દૂર થશે!

આ વખતે શ્રાવણ મહિનો 4 જુલાઇના રોજ શરુ થશે. આ મહિનો મહાદેવનો પ્રિય છે, કહેવાય છે કે શ્રાવણ મહિનામાં ભક્તોના દ્વારા શિવની પૂજા દરમિયાન બિલિપત્ર અર્પિત કરવાના માત્રથી મહાદેવ પ્રસન્ન થઇ જાય છે.

જો તમે પણ દેવોના દેવ મહાદેવની વિશેષ કૃપા મેળવવા ઇચ્છો તો બિલિપત્રના મહત્વને સમજવુ ખૂબ જ જરુરી છે. આવો જાણીએ કે, શા માટે પ્રિય છે બિલિપત્ર અને તેનુ મહત્વ…

બિલિપત્રનું મહત્વ
બિલિના ઝાડના પાનને બિલિપત્ર કહે છે. બિલિપત્રમાં ત્રણ પાન એક સાથે જોડાયેલા હોય છે પરંતુ તેને એક જ પાન માનવામાં આવે છે. ભગવાન શિવની પૂજામાં બિલિપત્ર ઉપયોગ થાય છે અને તેના વિના શિવની ઉપાસના સંપૂર્ણ નહીં હોય. પૂજાની સાથે બિલિપત્રના ઔષધિય પ્રયોગ થાય છે. તેનો પ્રયોગ કરવાથી તમામ બીમારીઓ દૂર કરી શકાય છે.

મળે છે પાપોથી મુક્તિ
જે મનુષ્ય ગંધ, પુષ્પ વગેરેથી બિલિના મૂળ ભાગનું પૂજન કરે છે, તે શિવલોકને પ્રાપ્ત કરે છે અને આ લોકમાં પણ તેની સુખ-સંપતિ વધે છે. બિલ્વના મૂળની પાસે દીવો પ્રગટાવી રાખવાથી તત્વ જ્ઞાનથી સમપન્ન થઇ ભગવાન શિવમાં જ મળી જાય છે. જે મનુષ્ય બિલિની શાખાને પકડીને હાથથી તેના નવા-નવા પાન ઉતારતા અને તેનાથી બિલિની પૂજા કરે છે, તે બધા પાપોથી મુક્ત થઇ જાય છે.

દરિદ્રતાથી રહે છે દૂર
બિલિના મૂળને નજીક રાખીને શિવ ભગવાનની ભક્ત ભોજન કરે છે, તેને કોટિગુના પુણ્ય પ્રાપ્ત થાય છે. જે બિલિના મૂળની પાસે શિવ ભક્તને ખીર અને ધૃતથી મુક્ત ભોજન કરે છે, તે ક્યારેય દરિદ્ર થતો નથી.

તોડવાના પણ છે નિયમ
આપણા ધર્મશાસ્ત્રોમાં એવા નિર્દેશ આપવામાં આવ્યા છે, જેનાથી ધર્મનું પાલન કરતા પૂરી રીતે પ્રકૃતિની રક્ષા પણ કરી શકે. આ કારણ છે કે દેવી-દેવતાઓને અર્પિત કરવામાં આવતા ફૂલ અને પત્રને તોડવાના અમુક નિયમ બતાવવામાં આવ્યા છે.

જાણો બિલિપત્ર સાથે જોડાયેલી સાવધાનિઓ વિશે….

  • એક બિલિપત્રમાં ત્રણ પાન હોવા જોઇએ.
  • બિલિના પાન તૂટેલા કે કાણા વાળા ના હોવા જોઇએ
  • ભગવાન શિવને બિલિપત્ર ઊંધા જ અર્પણ કરવા જોઇએ
  • એક જ બિલિપત્રને પાણીથી ધોઇને ચઢાવી શકાય છે.
  • શિવજીને બિલિપત્ર અર્પિત કરવાની સાથે જ એક જળની ધારા જરુર ચઢાવો.
  • જળ વિના બિલિપત્ર અર્પણ ના કરવુ જોઇએ.

શ્રાવણ મહિનો ક્યારથી શરુ થશે અને સમાપ્ત થશે?
આ વર્ષે શ્રાવણ મહિનો 4 જુલાઇથી શરુ થશે અને 31 ઓગષ્ટ સુધી ચાલશે. આ વખતે પવિત્ર શ્રાવણ મહિનો 58 દિવસ સુધી ચાલશે. એટલા લાંબા શ્રાવણ 19 વર્ષ બાદ આવે છે. ઉલ્લેખનીય છે કે, એક મહિનો જેને હિન્દુ અધિક મહિનો તરીકે ઓળખવામાં આવે છે. જ્યોતિષ ગણનાનુ કારણ આ વર્ષે શ્રાવણને પ્રભાવિત કરી રહે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles