દર વર્ષે જયા પાર્વતી વ્રત અસાઢ માસની શુક્લ પક્ષથી શરુ થાય છે અને કૃષ્ણ પક્ષની તૃતીયા તિથિએ આ વ્રતનું સમાપન થાય છે. સનાતન ધર્મમાં આ વ્રતને ખુબ શુભ માનવામાં આવ્યું છે. આ વ્રતમાં માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. જાય પાર્વતી વ્રતને કરવાથી સ્ત્રીઓને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે અને માતા પાર્વતીના આશીર્વાદથી અખંડ સૌભગ્યની પ્રાપ્તિ થાય છે.
જયા પાર્વતી વ્રત ખાસ કરીને ગુજરાતમાં ઉજવવામાં આવે છે. આઓ જાણીએ શું છે જયા પાર્વતીનું મહત્વ….
જયા પાર્વતી વ્રત 2023
હિન્દુ કેલેન્ડર મુજબ, જયા પાર્વતી વ્રત દર વર્ષે અષાઢ મહિનામાં શુક્લ પક્ષની તેરસથી શરૂ થાય છે, જે કૃષ્ણ પક્ષની ત્રીજ પર સમાપ્ત થાય છે. આ 5 દિવસનું વ્રત છે. આવી સ્થિતિમાં, આ વખતે આ વ્રત 1 જુલાઈથી શરૂ થઇ ગયા છે અને 6 જુલાઈ મંગળવારે સમાપ્ત થશે.
જયા પાર્વતી વ્રતનો પ્રારંભ- 1 જુલાઈ
જયા પાર્વતી વ્રત સમાપન – 6 જુલાઈ
જયા પાર્વતી વ્રતનું ધાર્મિક મહત્વ
ધાર્મિક શાસ્ત્રો અનુસાર, અપરિણીત છોકરીઓ યોગ્ય વરની ઈચ્છા સાથે આ વ્રત રાખે છે અને વિવાહિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે જયા પાર્વતી વ્રત રાખે છે. આ વ્રત કરવાથી પુત્ર પ્રાપ્તિનું વરદાન મળે છે. પાંચ દિવસ સુધી ચાલતું આ વ્રત ઘણું મુશ્કેલ છે. આ સિવાય આ વ્રત 5, 7, 9, 11 કે 20 વર્ષ સુધી સતત રાખવામાં આવે છે.
જયા પાર્વતી વ્રતના નિયમો
– જયા પાર્વતી વ્રતમાં પરિણીત મહિલાઓ માટીના વાસણમાં ઘઉંના બીજ વાવે છે અને 5 દિવસ સુધી પૂજા કરે છે
– ધાર્મિક માન્યતાઓ અનુસાર, જયા પાર્વતી વ્રત કરતી પરિણીત મહિલાઓ વ્રત દરમિયાન આગામી 5 દિવસ સુધી મીઠા વાળી કોઈ વસ્તુ ખાતી નથી.
– આ સિવાય પરિણીત મહિલાઓએ વ્રત દરમિયાન મીઠું અને ખાટી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. આવી સ્થિતિમાં તમે ફળોનું સેવન કરી શકો છો.
– વ્રતના છેલ્લા દિવસે પૂજા કરતી મહિલાઓ ઘઉંથી ભરેલા પૂજાની આ ટોપલીને નદી કે તળાવમાં વહાવે છે
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)