સોમવાર દેવાધિ દેવ મહાદેવનો દિવસ ગણાય છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વીધિ વિધાન પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવે છે. સાથો સાથ આ દિવસે ઉપવાસ રાખવાથી મનોકામના પણ પૂર્ણ થતી હોય છે.
અત્રે તમને જણાવી કે, આ દિવસે ચંદ્ર દેવની પણ પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવારના દિવસે ચંદ્ર દેવની પૂજા કરવાથી કુંડળીમાં ચંદ્રદેવ પણ મજબૂત થાય છે. ચંદ્ર મજબૂત રહેવાથી વ્યક્તિને દરેક કાર્યોમાં સફળતા મળે છે. સાથો સાથ મન પ્રસંન્નિત પણ રહે છે. કુંડળીમાં ચંદ્રમાં કમજોર રહેવાથી મન અશાંત રહે છે તેમજ વ્યક્તિ નિર્ણય લેવામાં અસમર્થ રહે છે. જેનાથી બનેલા કામ પણ ખરાબ થઈ જાય છે. જો તમારી કુંડળીમાં ચંદ્રમાં કમજોર છે તો સોમવારના દિવસે આ ઉપવાસ અવશ્ય કરો. આ ઉપવાસોથી કુંડળીમાં ચંદ્રમાં મજબૂત થાય છે.
ચંદ્ર દવેને કુંડળીમાં મજબૂત કરવાના ઉપાયો
- જો તમારે કુંડળીમાં ચંદ્ર દેવને બળવાન બનાવવો હોય તો સોમવારે દેવોના દેવ મહાદેવને શુદ્ધ કાચા દૂધનો અભિષેક કરો જેનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. જેમની કૃપાથી વ્યક્તિના તમામ ખરાબ કામ થવા લાગે છે તેમજ કુંડળીમાં ચંદ્ર બળવાન બને છે.
- જ્યોતિષીશાસ્ત્ર પ્રમાણે કુંડળીમાં ચંદ્રદેવ નબળો હોય તો માતાના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે, માતાને ચંદ્રનું પ્રતિક માનવામાં આવે છે તેથી કુંડળીમાં ચંદ્રદેવને બળવાન બનાવવા માતાની સેવા તેમજ આદર કરવો જોઈએ
- સોમવારે કાચા ચોખા અને દૂધનું દાન કરવું શુભ માનવામાં આવે છે. જેનાથી કુંડળીમાં ચંદ્રદેવ બળવાન બને છે
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્રદેવના બીજ મંત્ર ‘ઓમ શ્રીં શ્રીં શ્રેણ સહ ચંદ્રમસે નમઃનો નિયમિત જાપ કરવાથી કુંડળીમાં ચંદ્રદેવ મજબૂત બને છે તેમજ સફેદ વસ્ત્રો ધારણ કરીને બીજ મંત્રનો જાપ કરવો જોઈએ.
- જો તમે માનસિક તણાવમાંથી મુક્તિ મેળવવા માગો છો તો પાણીનો બગાડ ન કરો અને યોગ્ય માત્રામાં પાણીનો ઉપયોગ કરો, પાણીનો બગાડ કરવાથી કુંડળીમાં ચંદ્ર નબળો પડે છે
- વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિર
- માં મોર પીંછા રાખવાથી કુંડળીમાં ચંદ્ર દેવ બળવાન બને છે સાથે જ વાસ્તુ દોષ દૂર થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)