વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘરમાં રાખવામાં આવેલી તમામ વસ્તુઓનો આપણા ભાગ્ય સાથે સંબંધ જોવા મળે છે અને ઘરમાં રાખેલી વસ્તુને લીધે જે આપણામાં સકારાત્મક અને નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
તેવું મનાય છે. આવી સ્થિતિ વચ્ચે શાસ્ત્રમાં માત્ર સામાનની દિશા જ નહીં પરંતુ ઘરની લાઈટોનો પણ સમાવેશ થાય છે. ઘરમાં ગમે તેટલો ખર્ચ કર્યો હોય પરંતુ લાઇટિંગ વગર તે અધૂરો છે. ઘરની શોભા વધારવામાં લાઇટિંગનો મહત્વનો ફાળો હોય છે. આકર્ષક રોશનીને લઇને ઘરની શોભાને ચાર ચાંદ લાગે છે. ત્યારે ઘરમાં લગાવેલી લાઈટ પણ જીવનમાં સહકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. ક્યારેક ઘરમાં લગાવેલી લાઇટો પણ વાસ્તુદોષનું કારણ બની શકે છે.
પતિ-પત્નીના સંબંધ સારા બની રહે
વાસ્તુશાસ્ત્રનું માનીએ તો બેડરૂમમાં બેડની સામેની દિવાલ પર લાઈટ લગાવવી શુભ માનવામાં આવે છે. જેથી પતિ-પત્નીના સંબંધ સારા બની રહે. વધૂમાં રૂમમાં દક્ષિણ દિશામાં લાઈટ ન લગાવી જોઈએ તેને અશુભ માનવામાં આવે છે તેથી નકારાત્મક ઉર્જા ઊભી થાય છે. બીજી તરફ રસોડામાં લાઈટ પૂર્વ દિશામાં રાખવી જોઇએ. જેથી અનાજ અને પૈસાની કમી ઉભી થતી નથી. વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે રસોડામાં સાંજ પડતા જ પ્રકાશ લાવવો. જેના કારણે સકારાત્મકતા રહે છે સુખ અને સમૃદ્ધિ વધે છે.
આ દિશામાં લાઈટથી પ્રગતી આટકી પડે છે
ઘરની અંદર લાઈટના પ્રકાશનું પ્રમાણ પણ મધ્યમ હોવું જોઈએ. જો ઓછો પ્રકાશ હોય તો તેના લીધે પ્રગતિ અટકી શકે છે કારણ કે કામકાજમાં ખલેલ પડે છે અને આંખો પણ ખરાબ થવા લાગે છે જો પ્રકાશ બરાબર ન હોય તો વાસ્તુદોષ સર્જાય છે અને નાકારાત્મકતા વધે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય હોલમાં ઉત્તર દિશામાં લાઈટો લગાવવી જોઈએ ઉપરાંત ડ્રોઈંગ રૂમમાં ક્યારેય પણ પશ્ચિમ દિશામાં લાઈટો લગાવી જોઈએ નહીં ઘરમાં શાંતિ જાળવવા માટે રંગબેરંગી લાઇટો ને બદલે સફેદ લાઈટનો જ ઉપયોગ કરવો જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)