દરેક લોકો કોઈને કોઈ ભગવાનમાં શ્રદ્ધા રાખીને તેમની પૂજા-અર્ચના કરતા હોય છે. ભગવાનની પ્રતિ પોતાની શ્રદ્ધા પ્રગટ કરવા માટે લોકો પૂજા-પાઠ કરતા હોય છે. ત્યારે એવો પણ દાવો કરવામાં આવે છે કે જો સાચા મનથી પૂજા અર્ચના કરવામાં આવે તો વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થતી હોય છે.
પરંતુ તમે ઘણી વખત એવું સાંભળ્યું હશે કે પૂજા કરતી વખતે દીવો બુજાઈ જાય તો અશુભ સંકેત માનવામાં આવે છે. તો આવો જાણીએ વિસ્તારથી આ પાછળની ધાર્મિક કારણ શું છે?
દીવા વગર તમામ પૂજા અધૂરી
હિન્દુ ધર્મમાં પૂજાનું વિશેષ મહત્વ છે આ દરમિયાન દીવો કરવો શુભકારી માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત પહેલા દીવો પ્રગટાવવામાં આવે છે અને સવારે સાંજે ઘરમાં પૂજાપાઠ વેળાએ પણ દીપક પ્રગટાવવામાં આવે છે અને દીવા વગર તમામ પૂજા અધૂરી માનવામાં આવે છે. તો ઘરમાં દીવો પ્રગટાવવાથી વાસ્તુદોષ દૂર થાય છે તેવી પણ માન્યતા છે.
આટલું ધ્યાન રાખવું જોઈએ!
પૂજા સમયે દીવો બુજાઇ જવાના અનેક કારણો હોય છે પરંતુ હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર પૂજા દરમિયાન દિપક બુજાય તો તે પુરા મનથી પૂજા ન કર્યોનું કારણ માનવામાં આવે છે. બીજો અર્થ એવો પણ નીકળે છે. કે દેવી-દેવતાઓ તમારાથી નારાજ છે અને આરતી સમયે દીવો રામ થઈ જવો તે અશુભ હોવાનો સંકેત પણ આપે છે. આવી સ્થિતિ વચ્ચે જ્યારે પૂજા વેળાએ દીવો અચાનક બુજાઈ જાય તો ઈશ્વરની માફી માંગી ફરી વખત દીવો કરી શકાય છે. આથી પૂજા શરૂ કરતી પહેલા દેવામાં પૂરું ઘી અથવા તેલ હોવું જોઈએ જેને લઈને દીવો આસાનીથી બુજાઈ શકતો નથી. સાથે સાથે દીવાબત્તીની લંબાઈ પણ મધ્યમાં રાખવી જોઈએ અને દિવામાં હવા ન જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ!
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)