fbpx
Thursday, January 16, 2025

ધન પ્રાપ્તિ માટે આ 4 ચમત્કારી વસ્તુઓ ઘરે લઇ આવો, થશે નોટોનો વરસાદ

માતા લક્ષ્‍મીને ધનની દેવીના રૂપમાં જોવામાં આવે છે . જેના ઉપર માતા લક્ષ્‍મીની કૃપા બનેલી રહે છે એમણે જીવનમાં ક્યારે પણ આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. ત્યાં જ માતા લક્ષ્‍મીના નારાજ થવા પર ધન સબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. જીવનમાં દરિદ્રતા સાથે અન્ય બીમારીઓ અને અન્ય સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. એવામાં મા લક્ષ્‍મીને પ્રસન્ન કરવું ખુબ જરૂરી છે.

જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે માતા લક્ષ્‍મીની પ્રિય વસ્તુ ઘરે લઈ આવવી જોઈએ. એનાથી તમારા ઉપાય ધનનો વરસાદ થશે. તો ચાલો માતા લક્ષ્‍મીને પ્રિય વસ્તુ શું છે.

પૂજા સ્થાન પર શંખ રાખવો શુભ માનવામાં આવે છે. પૂજા પછી શંખ વગાડવાથી આસપાસની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. ધનની કમી દૂર કરવા માટે માતા લક્ષ્‍મીને દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરવો જોઈએ.

શ્રીયંત્ર મા લક્ષ્‍મી સાથે સંબંધિત માનવામાં આવે છે. આને ઘરમાં લાવવાથી માતા લક્ષ્‍મી પ્રસન્ન થાય છે. આવી સ્થિતિમાં ઘરમાં શ્રીયંત્ર સ્થાપિત કરવાથી દરિદ્રતા દૂર થાય છે. ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં શ્રીયંત્ર રાખવું જોઈએ.

મા લક્ષ્‍મીની સામે ઘીનો દીવો પ્રગટાવવાથી પણ તેઓ પ્રસન્ન થાય છે. આવું કરવાથી જીવનમાં ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી.

સ્ફેટિક માળાનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે. તે કીર્તિનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં લાવીને આ માળાથી દેવી લક્ષ્‍મીના મંત્રોનો જાપ કરવાથી લાભ મળે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles