સનાતન પરંપરામાં ઈશ્વરની સાધના માટે મંત્ર જાપને ઉત્તમ ઉપાય કહેવામાં આવ્યો છે. હિંદુ માન્યતા અનુસાર કોઈ વ્યક્તિ વિધિપૂર્વક શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મંત્ર જાપ કરે તો તેના પર ભગવાનની અપરંપાર કૃપા રહે છે.
માનવામાં આવે છે કે. તમે કોઈ કારણવશ આરાધ્ય સાથે જોડાયેલ તીર્થસ્થળ પર પહોંચી ના શકો તો મંત્ર જાપ દ્વારા દર્શન તથા પૂજનનું ફળ પ્રાપ્ત કરી શકો છો. શ્રાવણ માસમાં ભગવાન શિવને સમર્પિત 12 જ્યોતિર્લિંગના દર્શન ના કરી શકો તો તે જ્યોતિર્લિંગના મંત્રનો જાપ કરીને આશીર્વાદ મેળવી શકો છો.
જ્યોતિર્લિંગ
હિંદુ માન્યતા અનુસાર ભગવાન શિવ સાથે જોડાયેલ 12 જ્યોતિર્લિંગ પાવન સ્થળ છે, જ્યાં દેવોના દેવ મહાદેવ જ્યોતિના રૂપે બિરાજમાન છે. માનવામાં આવે છે કે, જો કોઈ વ્યક્તિ આ 12 જ્યોતિર્લિંગના દર્શન અને પૂજા કરી લે તો તમામ સુખ પ્રાપ્ત થાય છે અને જીવનના અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે.
12 જ્યોતિર્લિંગની પૂજાનો મંત્ર
सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्।
उज्जयिन्यां महाकालं ओंकारंममलेश्वरम्॥
परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम्।
सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने॥
वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे।
हिमालये तु केदारं घुश्मेशं च शिवालये॥
एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नरः।
सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति॥
જ્યોતિર્લિંગના મંત્ર જાપથી તમામ પાપ દૂર થાય છે
હિંદુ ધર્મમાં દેવોના દેવ મહાદેવના જ્યોતિર્લિંગનું અનેરૂ મહત્ત્વ રહેલું છે. સનાતન પરંપરા અનુસાર 12 જ્યોતિર્લિંગ ભગવાન શિવના સૌથી મોટા ધામ છે, જ્યાં ભગવાન શિવ પ્રગટ થયા હતા. આ કારણોસર તેમને જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. સનાતન પરંપરા અનુસાર સૌરાષ્ટ્રમાં આવેલ સોમનાથ, શ્રીશૈલમાં આવેલ મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં આવેલ મહાકાલ, ઓમકારેશ્વર, વૈદ્યનાથ, ભીમશંકર, રામેશ્વર, નાગેશ્વર, ઘૃષ્ણેશ્વર, ત્ર્યંબકેશ્વર, કાશી વિશ્વનાથ અને કેદારનાથ માટે આ મંત્રનો જાપ કરી શકાય છે. જેથી જીવનમાં કોઈ પ્રકારનું દુ:ખ રહેતુ નથી અને સાત જન્મના પાપ ધોવાઈ જાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)