ભારતમાં આવેલી એવી અઢળક જગ્યાઓ છે જે રહસ્યથી ઘેરાયેલી છે અને તેનું રહસ્ય આજ સુધી ઉકેલાયું નથી. પરિણામે રહસ્યને લઇને આવી જગ્યાઓ વિખ્યાત અને લોકપ્રિય બની છે. હિમાચલ પ્રદેશમાં આવેલું જટોલા શિવ મંદિરનો આવા જ રહસ્યમય શિવ મંદિરમાં સમાવેશ થાય છે.
આ મંદિરના પથરોને ટેપ કરવાથી તેમાં ડમરુ જેવો અવાજ ઉત્પન્ન થાય છે. જેનું રહસ્ય આજ સુધી વણ ઉકેલ્યું રહ્યું છે. આ મંદિર હિમાચલ પ્રદેશના સોલન ખાતે આવેલું છે જેના દર્શન માટે દેશના ખૂણે ખૂણેથી લોકો આવે છે.
11 ફૂટ ઊંચો સોનાના કળશ ઉપર શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું
એશિયાના સૌથી ઊંચા મંદિરોમાંનું એક મંદિર હોવાનો દાવો કરવામાં આવે છે. જે મંદિરમાં અંદર સ્ફટિકનું શિવલિંગ આવેલું છે અને 11 ફૂટ ઊંચો સોનાના કળશ ઉપર શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. વધુમાં આ મંદિર 111 ફૂટ છે.જ્યા ભગવાન શિવ સ્વયમ અહીં આવ્યા હોવાનું પણ દાવો કરવામાં આવે છે. જેને લઇને હજારો દર્શનાર્થીઓ દર્શને આવે છે.
1974 માં મંદિરનો પાયો નંખાયો
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મંદિરના પથ્થરોને થપથપાવવાથી ડમરું જેવો અવાજ આવે છે.જેને લઈને લાખો લોકોની ધાર્મિક માન્યતા આ મંદિર સાથે જોડાયેલી છે. 1974 માં મંદિરનો પાયો નંખાયો હતો અને કરોડોનો ખર્ચ કરાયો હતો. મહત્વનું છે કે આ મંદિરનું કામ 39 વર્ષ ચાલ્યું હતું. દેશ વિદેશના ભક્તોએ આપેલા દાનથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)