કામિકા એકાદશીનું વ્રત 13 જુલાઇના દિવસે રાખવામાં આવશે. આ એકાદશીનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ દરમ્યાન ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં વિશ્રામની મુદ્રામાં બિરાજમાન હોય છે. માન્યતા તો એવી છે કે ચાતુર્માસની એકાદશીએ શ્રીહરિની પૂજા કરવાથી તમામ સમસ્યાઓ દૂર થાય છે અને સમગ્ર પાપકર્મોથી મુક્તિ મળે છે. આ વર્ષે કામિકા એકાદશીના દિવસે શુભ સંયોગ બની રહ્યો છે.
જે કેટલીર રાશિઓ માટે સૌભાગ્ય લઇને આવશે.
કામિકા એકાદશીના શુભ યોગ
આ વર્ષે કામિકા એકાદશી 13 જુલાઇ ગુરુવારના દિવસે ઉજવવામાં આવશે. દેવગુરુ બૃહસ્પતિ અને એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. આ દિવસે શૂળ યોગ અને બુધાદિત્ય યોગ બનશે. શૂળ યોગ 12 જુલાઇએ સવારે 9.40 મિનીટથી 13 જુલાઇએ સવારે 8.52 મિનીટ સુધી રહેશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ એક નિશ્ચિત સમય બાદ અસ્ત અને નિશ્ચિત સમય બાદ ઉદય થાય છે. તેનો પ્રભાવ દરેક રાશિઓ પર પડે છે. પંચાંગ અનુસાર 11 જુલાઇએ બુધ કર્ક રાશિમાં ઉદય થયો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જેમની રાશિમાં બુધ ઉચ્ચ હોય છે. તેમને દરેક ક્ષેત્રોમાં સફળતા મળે છે. એવામાં બુધનો ઉદય થવાથી અને કામિકા એકાદશીનો શુભ સંયોગ બનવાથી 3 રાશિઓનું નસીબ ચમકવાનું છે. તો ચાલો જાણીએ એ 3 રાશિઓ વિશે.
મિથુન રાશિ
બુધનો ઉદય મિથુન રાશિના જાતકો માટે ફળદાયક સાબિત થઇ શકે છે. મિથુન રાશિના જાતકોની આર્થિક ક્ષેત્રની સમસ્યાઓ દૂર થશે. અટકેલા કાર્યો પૂર્ણ થશે. આત્મવિશ્વાસ પણ વધશે જેની અસર તેમના કાર્ય પર દેખાશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે બુધનો ઉદય થવો અનુકૂળ રહેશે. આ સમય દરમ્યાન તેમના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. ધંધા રોજગારમાં સુધારો આવશે. આ દરમ્યાન નોકરી કરનાર જાતકોને સારી તક પણ મળવાની શક્યતા છે.
મકર રાશિ
બુધનો ઉદય મકર રાશિના જાતકો માટે શુભ સાબિત થઇ શકે છે. પૈતૃક વ્યવસાયમાં તેમને સફળતાની સંભાવના છે. દાંપત્યજીવનમાં ચાલી રહેલ કડવાશ દૂર થશે. સંબંધોમાં મધુરતા સ્થપાશે. કેટલાક કોર્ટ કચેરીના કાર્યોમાં સફળતા મળવાની શક્યતા છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)